________________
શુદ્ધિ સારી થઈ હતી અને નવકા૨ના પ્રથમ પદ ભક્તિની ભાવનામાં વધારો થયો છે. નવકારમાં આત્મદર્શિત્વ ઠાંસીઠાંસીને ભરેલું છે એમ સમજાય છે. અનાત્મદર્શિત્વ ભાવના જાગવાથી થાય છે. તે ભાવના ભાવુકને શ્રી નવકારમાંથી પ્રાપ્ત થાય છે તથા આત્મ લાભ થવો એ બધા મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે. તે પણ શ્રી નવકારની આરાધનાથી પ્રાપ્ત થાય છે. કેમ કે તેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ મેળવી ચૂકેલા પરમેષ્ટિ ભગવંતોની આરાધના છે. એ રીતે આત્મ સમદર્શિત્વ અને પરમાત્મરૂપ આત્મદર્શિત્વ, જે ધર્મના પાયારૂપ છે તે બંનેનો એક સામટો લાભ શ્રી નવકારના માત્ર પ્રથમ પદના પુનઃ પુનઃ રટણ વડે થઈ શકે છે. એવી ખાત્રી થતી જાય છે. એ જ તમારી આરાધના ઉત્તમ રીતે ચાલતી હશે. પત્ર અહીંના સરનામે લખવાથી મળશે. ફેરફાર થશે ત્યારે જણાવીશું. (પા. ૧૧૨)
તાત્ત્વિક પત્રવેલી
જૈન પત્ર સાહિત્યની વિવિધતાની દૃષ્ટિએ વિચારીએ તો પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના તાત્ત્વિક પત્રોનો સંચય અધ્યાત્મજ્ઞાનના વારસાનું સરળ શૈલીમાં અમૃતપાન કરાવવાની શક્તિ ધરાવે છે. આત્માનો સર્વોચ્ચ કક્ષાનો વિકાસ કરવા માટે જૈન દર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનું જ્ઞાન એ પાયાની જરૂરિયાત છે. તેનું ચિંતન અને મનન આત્માના વિકાસની દિશામાં ફળદાયી નીવડે છે.
પૂ. ગુરૂદેવશ્રીએ પોતાના શિષ્ય કુન્દકુદિવિજયજીને સંયમની આરાધનામાં વિવિધ પત્રો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તે બધા પત્રો એકત્ર કરીને પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજીએ સંકલન કરીને ‘તાત્ત્વિક પત્રવેલી'' નામથી સંપાદન કર્યું છે. પૂ. ગુરૂદેવશ્રીએ પ્રાપ્ત કરેલા શાસ્ત્રીય જ્ઞાન, રત્નત્રયીની આરાધના અને યોગ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org