________________
કલ્યાણકારી પત્રમાળા પ.પૂ. ગુરૂદેવશ્રીના કૃપાપાત્ર શિષ્ય કલ્યાણપ્રભવિજયજીના આત્મવિકાસ અને સંયમની સાધનામાં જ્યારે જે યોગ્ય લાગ્યું તે હિત-પ્રોત્સાહન માટે પત્રોમાં લખ્યું હતું. ગુરૂદેવશ્રીએ પ્રસંગોચિત્ત ઠપકો આપવાની સાથે શિષ્ય પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવીને પણ સુવચનો લખ્યાં હતાં. એમનો હેતુ શિષ્યને આરાધનામાં સ્થિર કરવાનો ને આત્મવિકાસ કરવાનો હતો.
આ પુસ્તકમાં પૂ. કલ્યાણપ્રવિજયજીને ગુરૂદેવશ્રીએ લખેલા પત્રો ઉપરાંત અન્ય મુનિ મહાત્માઓ અને શ્રાવકોના પત્રોનો સંચય થયો છે. પુસ્તકનું શીર્ષક પ્રથમ દૃષ્ટિએ કલ્યાણ - હિતનો અર્થ પ્રગટ કરે છે પણ તેના અધ્યયનથી કલ્યાણની સાથે કલ્યાણપ્રભવિજય મુનિનો સંદર્ભ પ્રગટ થાય છે. યથા નામ તથા ગુણાઃ એમ બંને અર્થને સાર્થક કરતું શીર્ષક કલ્યાણકારી પત્રમાળા પત્ર સાહિત્યની ઉત્તમ ભેટ છે. આ પત્રો મુનિવૃંદને કલ્યાણકારી હોવાની સાથે જૈન સમાજના જિજ્ઞાસુ અને ધર્મપ્રેમી વાચકવર્ગને પણ જ્ઞાનની સાથે ગુરૂદેવની અનુભવ વાણીનો રસાસ્વાદ કરાવે તેવી ક્ષમતા ધરાવે છે. જીવાત્માને પોતાની દશા સુધારવા માટે ગુરૂશ્રીની વાણીની દિશામાં પ્રયાણ કરવું જોઈએ એમ લાગે છે.
પૂ. ગુરૂદેવે કલ્યાણપ્રભવિજયજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો એમના શિષ્ય જિનસેનવિજયજીએ સંગ્રહિત કરી રાખ્યા હતા તે પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
સજાગતા, તત્ત્વસંક્ષેપ, પરસ્પરોપગ્રહ જીવનમ્, સમાપત્તિ, આ મૌન, મૈત્રી, વાસીચન્દનકલ્પ, પ્રાયશ્ચિત, પંચસૂત્ર, માણિભદ્ર,
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org