________________
*
૧
.
- સુશ્રાવક ચીમનભાઈ પુનાવાળા સાથે તાત્ત્વિક વિષયોના માર્ગદર્શન છે
માટે પત્ર વ્યવહાર થયો હતો. ચીમનભાઈને સંબોધીને લખાયેલા પત્રો આ સંગ્રહમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોની મોટાભાગની વિગતો ચિંતનાત્મક છે. શ્રી ચીમનભાઈ સાચા ગુરૂભક્ત, ગુણાનુરાગી, અપૂર્વ વાત્સલ્ય ભાવનાવાળા, યોગ અને સાધનાના ઉપાસક હતા. પરિણામે પૂ. ગુરૂદેવશ્રીના અંગત શ્રાવક તરીકે એમના હૈયામાં સ્થાન પામ્યા હતા.
પૂ. શ્રીએ શંકા-સમાધાન અને માર્ગદર્શન-સૂચના રૂપે કેટલાક પત્રો લખ્યા હતા કે જેમાં જૈન-જૈનેત્તરદર્શનના વિચારોનો સમાવેશ થાય છે. પત્રગત વિચારો આત્માર્થીજનો માટે આત્માના વિકાસ માટે અનન્ય પ્રેરક છે. આ પત્રો માત્ર ચીમનભાઈ પૂરતા મર્યાદિત ન રહેતા અન્ય શ્રાવક-શ્રાવિકાઓને પણ ઉપયોગી છે. આ પત્રો આત્મસ્વરૂપ પામવા માટેના માર્ગમાં પથપ્રદર્શક તરીકે સ્થાન ધરાવે છે. કેટલાંક પત્રો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી પૂ. ગુરૂદેવની પ્રેરક પત્રપરિમલની અનુભૂતિ કરી શકાશે.
યાત્રા-ભક્તિ, જિનમતની ઉદારતા, સિદ્ધિ અંગે સ્પષ્ટતા, નયવાદ, આત્મસ્વરૂપ, સ્મરણકળા, ઈચ્છાયોગ, અધ્યવસાય, શુદ્ધિ, ચિત્ત સ્થિરતા, નવકાર, ધર્મનાં ૧૫ અંગ, ધર્મની મહત્તા, આત્મિક આરાધના, કર્મબંધકારણ, હિંસા વિરોધ, કુંડલિની, જીવનસાર, સાધના, તત્ત્વવિચારણા, ગુરૂસેવા-ગુરૂભક્તિ નામનો મહિમા અને અરિહંત જેવા વિષયોના પત્રોનો આ પુસ્તકમાં સંચય થયો છે.
તદુપરાંત જિજ્ઞાસા, માર્ગદર્શન, હિતશિક્ષા, પ્રેરણા જેવા શીર્ષકવાળા So પત્રો પણ પ્રેરક વિચારોના ઉદાહરણરૂપ છે.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
( ૧૧૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org