________________
अधिगत्यारिवळं शब्दब्रह्म शास्त्रदुशा मुनिः । स्वसंवेधं परं ब्रह्मानुजावेनधिगच्छति ।।
આ વિષય મહારાષ્ટ્ર સંતોએ સારી રીતે વિચાર્યો હશે. તેને અંગે હિન્દી-ગુજરાતી ભાષામાં જે કાંઈ મળે અગર અનુભવી સાધકો પાસેથી કાંઈ મળે તો અવસરે જણાવશો.
અહીં કા. વ. ૧૦થી શ્રી ઉપધાનતપ થવાની જાહેરાત થઈ છે. તેથી પોષ સુદ ૧૫ સુધી અમારી અહીં સ્થિરતા થવાનો સંભવ છે. ડૉ. હરિસત્ય ભટ્ટાચાર્યની બહાર પડી ગઈ છે. મુંબાઈ શાંતિદાસ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થઈ છે અને બુકસેલર મોતીલાલ બનારસીદાસ દિલ્હીવાળાને વેચાણ માટે આપેલ છે.
આ સાથે નામનો મહિમા તમને વાંચવા માટે નવા વર્ષની કાંઈ પ્રસાદી મોકલવી જોઈએ એમ માનીને બીજું કાંઈ ન જડવાથી આ લેખ પહેલાંનો પડ્યો હતો તે મોકલ્યો છે. કોઈ છાપામાં આવેલો તે ગમવાથી ઉતારી લીધેલ હતો. (પા. ૧૨૮)
૨. સામાયિક સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ.
તા. ૧૩-૧૧-૬૬નો પત્ર ગઈકાલે મળ્યો. બેસતા વર્ષનું પોસ્ટકાર્ડ તથા બે ફોટાઓનું બુક-પોસ્ટ પણ સાથે જ મળ્યું.
આ રીતે ભગવાનના ફોટાનો પ્રચાર તથા નવકારમંત્રનો પ્રચાર આશાતનાની વૃદ્ધિ કરનાર તે સ્પષ્ટ છે. પ્રેસની વધુ પડતી સગવડનું આ એક અનિષ્ટ કહી શકાય.
સમત્વ એ બધી સાધનાનું ધ્યેય છે અને પ્રભુએ બતાવેલો જ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org