________________
આવ્યા હશે. એ તરફના કલેકટર આદિ અધિકારી વર્ગની સાથે આપનો ઘણો માયાળું વરતાવ અમારા જાણવામાં છે તો આપ કામ ન કરી શકો ?
૧૧. ધર્મ શ્રદ્ધા
તા. ૨૬-૬-૩૬
વિજયવલ્લભસૂરિ આદિના તરફથી વડોદરા શ્રી લંડન સુશ્રાવક પંડિત લાલનજોગ ધર્મલાભ આશા છે. તમો સુખશાતાની સાથે વખતસર પહોંચી ગયા હશો અને બધા મિત્રોને આનંદથી મળ્યા હશો. અંબાલા શહે૨માં શ્રી આત્માનંદ જૈન મહાસભાનો પત્ર લંડન ગયો હતો. તેનો જવાબ આવેથી તેમની માંગણી મુજબ લેખ મહાસભાની મારફત લંડન પહોંચાડી દેવાયો છે. જે સેક્રેટરી સાહેબને પૂછવાથી તમને ખબર પડી જશે.
મુંબઈના સમાચારોથી તેમજ મુંબઈ સમાચાર પત્રથી તમારા મુંબઈના ભાઈઓ તરફથી સારી રીતે સુખપૂર્વક સફરની સફળતા ઈચ્છતા મેળાવડા વગેરેથી આનંદ અનુભવવામાં આવ્યો છે.
અહીંથી અંબાલા જે ખરડો મોકલાવેલ તેની નકલ આ સાથે છે. સંભવ છે અંબાલાથી કાંઈક સુધારો વધારો કરી મોકલાવેલ હશે તે ત્યાં આવેલ સેક્રેટરી ઉપરના પત્રથી તમારા જાણવામાં આવશે. હર્બટ વૉરન તથા આપણાં હિંદુસ્તાની જૈન ભાઈઓ જે અભ્યાસ અને વ્યાપારને માટે રહે છે તેમનો સમાગમ થયેથી તેમને ધર્મલાભની સાથે ધાર્મિકતામાં પાકા રહેવાની પ્રેરણા કરવી.
Jain Education International
૧૨. ક્ષમાપના
વડોદરા તા. ૪-૬-૩૬
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org