________________
૧૮. લાઈબ્રેરી
ગુજરાવાલા તા. ૭-૮-૪૦ | વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી મુંબઈ સુશ્રાવક દાનવીર શેઠ સર કીકાભાઈ પ્રેમચંદ તથા શ્રાવિકા શ્રીમતી શેઠાણી લીલાવતીદેવી જોગ ધર્મલાભની સાથે માલુમ થાય જે અત્રેથી શ્રી દેવગુરૂ ધર્મના પસાથે સુખશાતા છે. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. લાહોરમાં આપની જગા છે તેમાંથી થોડી જગા લાયબ્રેરીના માટે આપની પાસે માંગણી કરેલ છે અને આપના પત્રનો જવાબ અહીંથી ૧૦-૭૪૦ના રોજ આપને મોકલ્યો છે જે આપના ધ્યાનમાં હશે જ.
તા. ૫-૮-૪૦ના લાહોરના મેલાપ નામે ઉદ્દે પત્રમાં એક જાહેરખબર જોવામાં આવી કે લાલ મોતીરામ ભલ્લાની મારફત આપની જગાના વેચાણનો બંધ થઈ રહ્યો છે. તો આપ અમારી અને શ્રી સંઘ પંજાબની માંગણી ઉપર જરૂર ધ્યાન આપશો.
૧૯. શત્રુંજયનો રસ્તો
ગુજરાવાલા તા. ૨૫-૯-૪૦ વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી અમદાવાદ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી જોગ ધર્મલાભ. તીર્થાધિરાજ શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) સંબંધી રાજ્યની સાથે સમાધાન થયાના સમાચારો પેપરો દ્વારા જાણી આનંદ થયો છે.
જો કે તમારા કામમાં અમારો દખલ કરવાનો અધિકાર નથી કારણ કે અમો તમારી પેઢીના સભ્ય નથી તેમ અમને એ યોગ્ય પણ નથી. કેવળ એક અયોગ્ય પગલું નજરે આવે તો સૂચના આપવી આ અમો અમારું કર્તવ્ય સમજીએ છીએ.
5
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org