________________
૧૭. સંઘની એકતા
સાલેરા જીલા અંબાલા (પંજાબ) તા. ૨૫-૧૧-૩૮
વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી ભાવનગ૨ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના પંદ૨માં અધિવેશન સ્વાગત સમિતિ યોગ્ય ધર્મલાભ, તારીખ : ૧૬-૧૧-૩૮નો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. ઘણાં વર્ષો બાદ ભાવનગર શ્રી સંઘના આંગણે હિન્દુસ્તાનના શ્રી સંઘનું બીજીવાર આગમન થાય એથી વધારે ખુશીનું સ્થાન બીજું ન હોઈ શકે.
કાઠિયાવાડમાં ભાવનગર ગુજરાતના રાજનગર (અમદાવાદ) જેવું ગણાય. અમો બનતા સુધી શ્રી કૉન્ફરન્સને હંમેશા સાથ આપતા રહ્યા છીએ અને યથા શક્તિ આપતાં રહીશું. અત્રે નવિન શ્રીજીનમંદિરની માગશર સુદ દશમીની પ્રતિષ્ઠાના કારણે અંબાલાથી કારતક વિદ બીજના વિહાર કરી અહીં આવવું થયું છે.
પ્રતિષ્ઠા સમયે શ્રી આત્માનંદ જૈન મહાસભાનું સંમેલન થવાનું છે તે સમયે તમારા પત્ર ઉપર વિચાર કરવાનું રાખ્યું છે. એ પછી જણાવવા યોગ્ય સમાચાર જણાવાશે. પણ હાલ તરતમાં ભાવનગરનો જે સંઘ એક સંપીલો જણાતો હતો. તેમાં કોઈ કલહપ્રિયનો મંત્ર આવી ગયો. પેપરો દ્વારા માલુમ પડે છે એ તદ્દન ઈચ્છવા જોગ નથી. આ સંઘમાં વિરોધ હોવો ન જોઈએ. જો હોય તો તેનો નિકાલ ઝટ કરી દેવો જોઈએ. આશા છે શ્રી ભાવનગરનો શ્રી સંઘ ચતુર છે. પોતાનો મોભો બરાબર જાળવી રાખશે. શાસન દેવ સર્વને સજ્બુદ્ધિ આપે.
Jain Education International
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ,
૧૧૩
અમદાવાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org