________________
• ઉછરતા ભાઈનું નિર્વાહસ્થાન કાયમ થાશે. આ ઉપકારનું કાર્ય જાણી આપને યોગ્ય જાણી ઈશારો કર્યો છે.
દઃ વિજયવલ્લભસૂરિના ધર્મલાભ.
૧૫. જીવદયા
ખંભાત. તા. ૧૧-૧૦-૩૭
વિજયવલ્લભસૂરિ, વિજયલલિતસૂરિ, આદિના તરફથી શ્રી વડોદરા સુશ્રાવક મણિલાલભાઈ સપરિવાર યોગ્ય ધર્મલાભ. ખાસ તમારા કરવાનું કાર્ય જાણી તમને ખાસ ભાર દઈને ભલામણ કરવાની કે અમને અમારા ચોમાસામાં કેટલોક અનુભવ થયો છે કે હાલમાં વડોદરાના શ્રીસંઘમાં જોઈએ તેવો સંપ ન હોવાથી અને ખાસ કોઈ આગેવાન ન બનવાથી ધર્મના ઘણાં કાર્યો છતે પૈસે અટકેલાં છે જેનું તાજું દૃષ્ટાંત ડેહલીના ઉપાશ્રયનું છે ! અસ્તુ !
પણ જે કાર્યને માટે હું ખાસ તમને ભલામણ કરવા તૈયા૨ થયો છું તે કામ તમારા હાથનું છે અને તે તમો મન ઉ૫૨ લો તો અમને ખાતરી છે કે તમો જરૂ૨ ગમે તે રસ્તે પણ કામ કરી શકો છો. અને એ કામ જીવદયાનું છે. કૂતરાઓ કોઈ આપણાં સગા નથી પણ જીવદયા એ આપણો ખાસ ધર્મ છે અને કૂતરાઓનો બચાવ કરવો એ પણ જીવદયા જ છે માટે યોગ્ય પ્રબંધ થવો જોઈએ.
૬. વિ. વ. સૂરિના ધર્મલાભ
Jain Education International
૧૬. જૈન સાહિત્ય પ્રચાર
અંબાલા સીટી તા. ૭-૭-૩૮
વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી સુરત સુશ્રાવક પ્રોફેસર હીરાલાલ રસિકદાસ એમ. એ. જોગ ધર્મલાભ. પત્ર તમારો ૩૦
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org