________________
શ્રી પાટણ ૧૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી ન * સપરિવાર જોગ વલ્લભાદિકની વંદનાનુવંદના સુખશાતા. આપનો
પત્ર નાનચંદભાઈની મારફતે મળ્યો. સમાચાર જાણ્યા. એમની મુખ જબાની પણ સમાચાર સાંભળ્યાં. ચોમાસીખામણાં સ્વીકારશો અને આજ સુધીમાં અમારા નિમિત્તે આપનાં ચિત્તમાં જે કાંઈ અપ્રાતિ અથવા અનુચિત વિચારો ઉદ્ભવ્યા હોય તે સર્વ ભૂલાવી ક્ષમા કરશો અને પૂર્વવત્ પ્રેમભાવ સ્નેહદૃષ્ટિ સૂચક પત્ર પાઠવશો. વડોદરાની ત્રિપુટિના પૂર્ણ જશ સ્વર્ગવાસી શાંતિમૂર્તિ શ્રી હંસવિજય મહારાજ લઈ ગયા એવી જ રીતે આપની અને અમારી જીંદગીમાં પણ બની આવે એ જ પ્રાર્થના છે. સર્વ મુનિમંડલને વંદનાનુવંદના સુખશાતા સાથે ચોમાસી ખામણાં. શ્રીસંઘની વંદના. ત્યાં શ્રી સંઘને ધર્મલાભ. ૧૩. સાહિત્ય પ્રચાર
વડોદરા તા. ૭-૭-૩૬ વિજય વલ્લભસૂરિ આદિના તરફથી શ્રી અમદાવાદ શ્રીયુત શેઠ આનંદજી કલ્યાણજીની પેઢીના સભ્ય કાર્યવાહક સહસ્થો જોગ ધર્મલાભ.
શ્રીયુત દાક્તર ત્રિભુવનદાસ લહેરચંદ શાહે અમને મળી આપની ભાવના વ્યક્ત કરી, જેથી સહર્ષ અમો આપને જણાવીએ છીએ કે સદરહુ એમનો તૈયાર કરેલ ગ્રંથ “પ્રાચીન ભારત વર્ષ” શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રકાશિત થાય તો અમે ધારીએ છીએ કે આપની પેઢીએ એક મહાન કાર્ય કર્યું લેખાશે. જ ઐતિહાસિક દૃષ્ટિએ લખાયેલ પુસ્તકમાં તો ઐતિહાસિક
= શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org