________________
જ થઈ જાઓ. તમે તો પાકા વ્યાપારી છો. દુનિયાના વ્યાપારમાં હંમેશા વા
ખ્યાલ રાખો છો તો પછી પરલોકમાં સુખ દેવાવાળા ધર્મ વ્યાપારમાં પણ કદી કદી જરૂર ખ્યાલ કરવો જોઈએ. ૩. પદવીની જવાબદારી
મલાડ તા. ૨૪-૫-૩૫ શ્રી બીસલપુર મારવાડ પ્રાન્તિક શ્રી શ્વેતાંબર જૈન કોન્ફરન્સ તથા શ્રી સંઘના કાર્યવાહકો.
પ્રમુખ સાહેબ શ્રી જગતશેઠ આદિ સર્વ સદ્ગૃહસ્થો સુશ્રાવકો યોગ્ય ધર્મલાભ.
આપની તરફથી શ્રી ઢઢાજી સાહેબનો પત્ર મળ્યો. દેશ વિદેશના એકત્રિત થયેલ આપશ્રી સંઘનો અનાદર કરવો ઉચિત ન કહેવાય તેથી અનિચ્છા છતાં આપશ્રી સંઘના કરેલા કાર્યનો સ્વીકાર કરવો જ રહ્યો.
હવે તો આપશ્રી સંઘની ફરજ છે કે અનિચ્છા છતાં ભક્તિવશ જે બે વ્યક્તિઓના શિર ઉપર બોજો મૂક્યો છે તે જવાબદારી પૂરી કરવા અધિષ્ઠાયક શક્તિ આપે અને આપશ્રી સંઘનો ઉદ્યોત થાય એવો પ્રયત્ન ચાલુ રહે.
શ્રી યુગપ્રધાન અને ઉપાધ્યાયજીને વંદનાનુવંદના સુખશાતાની સાથે કહેશો કે શ્રી સંઘની સમર્પણ કરેલી પદવીઓનો ભાર થોડો ન સમજશો. ખૂબ દીપાવવાનો ખ્યાલ કરશો.
૪. હિત શિક્ષા
વડોદરા એકાદશી તા. ૩૦-૬-૩૬
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
કર
૧૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org