________________
૩૧-૧૨-૪૧ના મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ અઠ્ઠાઈ મહોત્સવનો વિચાર જણાવ્યો તો તે માટે ખાસ કોઈ મુહુર્તની જરૂ૨ જણાતી નથી. હાં જો શાંતિસ્નાત્ર કરાવવું હોય તો કુંભસ્થાપન અને શાંતિસ્નાત્રના માટે દિવસ જોવો જોઈએ. જો શાંતિસ્નાત્ર કરાવવા ભાવના હોય તો મહા શુદિ ૬ ગુરૂવાર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને રવિયોગ બહુ સારો છે.
આટલું ધ્યાનમાં રાખવું - તમારા ત્યાંના ટીપણામાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર જ્યાં સુધીનું હોય ત્યાં સુધીમાં શાંતિસ્નાત્રની સમાપ્તિ થઈ જવી જોઈએ. કારણ કે છઠ્ઠો રવિયોગ ત્યાં સુધી છે, પછી નક્ષત્ર રેવતી આવી જવાથી સાતમો રવિયોગ થઈ જાય છે. જે સારો નથી. અહીંના ટીપણામાં સૂર્યોદયથી ૨૦ ઘડી ૮ પલ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે જ્યારે અહીં સૂર્યોદય સ્ટાન્ડર્ડ ૭-૩૩ મિનિટ છે. અને દિનમાન ૨૫ ઘડી ૪૨ ૫લ છે. જ્યારે સૂર્યાસ્ત ૫-૫૬ મિનિટે છે.
જોધપુરીમાં ઉત્તરા ભાદ્રપદ ૨૦ ઘડી ૨૭ પલ છે. દિનમાન ૨૬ ઘડી અને ૧૬ પલ છે. સૂર્યોદય ૬-૪૫ મિનિટે અને સૂર્યાસ્ત ૫૧૫ મિનિટે છે. જ્યારે મહેન્દ્ર પંચાગમાં ૧૨-૫૬ મિનિટ સુધી ઉત્તરા ભાદ્રપદ છે. એટલે અહીં સુધી જ રવિયોગ છે.
મતલબ કે તે દિવસે ગુરૂવાર હોવાથી પહેલા ચોડિયામાં કાર્યની શરૂઆત કરી. સાડાબાર સુધી વિજય મુહૂર્તમાં શાંતિસ્નાત્રની સમાપ્તિ થઈ જાય તો બધાય ટીપણાં આપણા માટે અનુકૂળ થઈ જાય. પછી તો તમોને ક્રિયા કરાવનારાઓને જેમ અનુકૂળ પડે તેમ કરવામાં તમે સ્વતંત્ર છો. સર્વ શ્રી સંઘને ધર્મલાભ.
૮. સુખશાતા
Jain Education International
પટ્ટી તા. ૧૮-૭-૪૨
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org