________________
ગુરૂશિષ્યનો મેળ એ પણ કુદરતનો ખેલ સમજાય છે.
આજ અહીં શ્રાવકવર્ગ ગાજાવાજાની સાથે પ્રવેશ કરાવવા ઈચ્છતો હતો પણ કાલે જ દેશનેતાઓ ગિરફતાર થયા હોઈને આવે સમયે વાજાઓનું વાદન શોભે જ નહિ. મુંબઈ ઘણા નેતાઓ ઈગ્લાંડથી આયા છે પણ તેઓની ગિરફતારી સંભળાય છે. દેશની શું દુર્દશા થવા લાગી છે?
૨. જ્ઞાનનું કલ્પવૃક્ષ
બાજવા (વડોદરા) તા. ૩-૫-૩૪ વંદનાનુવંદના, સુખશાતા. કાલે વડોદરા પહોંચીશું. શ્રી સંઘે ગાજાવાજાની સાથે સામૈયું કરવા આગ્રહ કર્યો પણ શ્રી કેશરિયાજીના તીર્થ નિમિત્તે યોગીરાજે પ્રતિજ્ઞા કરી છે તેથી દહેગામમાં અમે પણ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી શ્રી કેશરિયાજીનાથજી તીર્થનો ખુલાસો ન થાય ત્યાં સુધી શહેર કે ગ્રામમાં ગાજાવાજાથી પ્રવેશ ન કરવો. અમદાવાદમાં અત્યાગ્રહ છતાં અમે મક્કમ હતા. વડોદરામાં પણ તેમ જ થશે.
શ્રી ઢઢાજીએ કામ હાથમાં લીધું છે તો સારી વાત છે. તેમને સફળતા મળે તેમ ઈચ્છું છું. જો તખતગઢ જવાબદારી ઉપાડી લે તો તો તખત અને ગઢ બંને બની જશે અને એમ જ થવું જોઈએ. તખતગઢના શ્રી સંઘને ધર્મલાભ સાથે કહી દેશો કે આ કલ્પવૃક્ષનાં ફળ આપને અને આપનાં સંતાનને મળશે. આપણો દેશ અને આપણા સમાજની સાથે ધર્મની રક્ષા થવી જોઈએ અને તેનું તો આ જ એક સાચું સાધન છે. નમૂના તમારી સામે છે. જોઈ લ્યો, પરીક્ષા કરી લ્યો, યોગ્ય લાગે તો જ આ કલ્પવૃક્ષનું સીંચન કરી તેનું પાલન પોષણ કરવામાં ખૂબ કટિબદ્ધ મક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક k
(૧૦૧)
( ૧૦૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org