________________
યુગવીર આચાર્ય ભા. ૩ અર્વાચીન જૈન સાહિત્યના વારસાને વિવિધ પ્રકારની ગદ્યપદ્ય રચનાઓથી સમૃદ્ધ કરનાર પૂ.આ. વલ્લભસૂરિજી મ.સા. એમનાં બહુમુખી પ્રતિભાથી યુગવીર આચાર્યલેખક, સમાજ સુધારક હોવાની સાથે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય તરીકે અમર કીર્તિને વર્યા છે. તદુપરાંત પંજાબ કેસરીના બિરૂદથી એમની પ્રતિભામાં ચાર ચાંદ લાગ્યા હોય તેવી ઝળહળતી જ્યોતિ નિહાળી શકાય છે. એમની સાહિત્ય સૃષ્ટિમાં ગદ્ય-પદ્યની વિવિધતાની સાથે પત્ર સાહિત્યની સામગ્રી જેન સાહિત્યમાં નોંધપાત્ર સિદ્ધિનું સોપાન છે. આ પત્ર સાહિત્ય ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ થાય છે.
શ્રી કુલચંદ હરિચંદ દોશીએ યુગવીર આચાર્ય શીર્ષકથી ચારભાગમાં એમના જીવન કાર્યનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. ત્રીજા ભાગમાં ગુજરાતી પત્રો અને ચોથા ભાગમાં હિન્દી પત્રોનો સંચય થયો છે. તેમાં હિન્દી પત્રો ઉપરાંત વિવિધ સંસ્થાઓએ પૂ. શ્રી માનવતાવાદીને ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને સન્માનપત્ર આપ્યાં હતા તેનો પણ સંચય કર્યો છે.
શ્રી મહુવાકર જણાવે છે કે એમના પત્રોની સંખ્યા સેંકડો નહિ પણ હજારોની છે. એમના ૧૨૦ હિન્દી પત્રો સંશોધન કરીને ભા. ૪માં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને શૈક્ષણિક વિષયોને સ્પર્શે છે. પૂ. શ્રીએ સ્થાપેલી વિવિધ સંસ્થાઓ અંબાલા કોલેજ અને ગુજરાનવાલાની સંસ્થાઓના વહીવટ અને વિકાસને લગતાં પણ પત્રો છે. એમની પત્રસૃષ્ટિનો
સાર એ પૂ. શ્રી માનવતાવાદી વિચારધારાને પ્રચંડ પુરૂષાર્થથી જ ચરિતાર્થ કરાવી બતાવી છે. સંયમ યાત્રાની આવશ્યક ક્રિયા અને
પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G
( ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org