________________
Private Secretary
સંદર્ભ : મહાવીર શાસન વિશેષાંક (આત્મારામજી) વર્ષ ૧૯૯૬
૪. યુગવીર આચાર્ય વલ્લભસૂરિજી
અર્વાચીન જૈન શ્રમણ સંસ્થાના પ્રતિભાશાળી યુગવીર આચાર્ય વલ્લભસૂરિના જીવનકાર્યથી જૈન-જૈનેતર સમાજ સુપરિચિત છે. એમની બહુમુખી પ્રતિભાથી સામાજિક શાંતિ-સુવ્યવસ્થા માટેની વિવિધ પ્રવૃત્તિઓનું યોગદાન જૈન સમાજના ઈતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે.
યુગવીર આચાર્ય ભા.૩ની પ્રસ્તાવનામાં એમના પત્રો વિશેની કેટલીક માહિતી મળી આવે છે. જૈન પત્ર સાહિત્યમાં કોઈ જુદા જ પ્રકારના અભિગમથી વલ્લભસૂરિના પત્રોનો સંપુટ પ્રગટ થયો છે. પત્ર લેખક જૈન સાધુ કે જે દુન્યવી સ્વાર્થ અને સામાજિક વ્યવહારથી મુક્ત હોવા છતાં પોતે આત્મકલ્યાણ કરતાં કરતાં સમાજના લોકોને પણ કલ્યાણના માર્ગમાં પ્રવૃત્ત થવા માટે પોતાની કર્તવ્યપરાયણતાથી પત્રો દ્વારા જીવંત માર્ગદર્શન આપ્યું હતું. પૂ. શ્રીનો આચારની વફાદારી, તપ, ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું સંવર્ધન કરવાની સાથે સમાજના સર્વાગી વિકાસ માટે સઘન માર્ગદર્શન, શિક્ષણનો પ્રચાર, જૈન મંદિર, જૈન સાહિત્ય સંશોધન, આગમ, જૈન કૉલેજ, સંસ્થાના ઉત્સવો વગેરેને અનુલક્ષીને
પ્રસંગોચિત્ત પત્રો લખ્યા હતા. તેનો યુગવીર આચાર્ય ભા. ૩માં છે. સંચય કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વિચારોને લગતા પત્રોની સાથે . જ સંયમ જીવનને સ્પર્શતા પ્રસંગો વિહાર, આચાર પાલન, પર્યુષણ, તે
૩ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org