________________
જ્યોતિષ શાસ્ત્રની રીતે અર્થઘટન પ્રતિષ્ઠા અભ્યાસ વગેરેના પત્રો પણ પ્રાપ્ત થાય છે. આ પત્રો એ પૂ.શ્રીની વિશિષ્ટ પ્રકારની કર્તવ્ય પરાયણતાનો મૂર્તિમંત દાખલો છે. જેના જીવનમાં સતત કર્મઠતા રહેલી છે તેને કામ વગર શાંતિ થાય નહિ એમ કહીએ તો તે યથોચિત લાગશે. સંયમની આરાધનાની સાથે આવી જવાબદારી સ્વીકારીને સંઘ-સંસ્થા, સમાજ અને વ્યક્તિઓને સિદ્ધિના સોપાન સ૨ ક૨વા માટે સલાહ સૂચના અને જાગૃતિ પ્રેરક વેધક શબ્દોમાં પત્રોની પ્રસાદી આપી છે. તેઓશ્રીએ સામાન્ય કાર્યો કરીને અસામાન્ય પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. એમની સફળતાના પાયામાં અપૂર્વ ગુરૂભક્તિ હતી. ગુરૂ પ્રત્યેની સર્વસ્વ સમર્પણ ભાવના એમના એક જ વાક્યમાંથી પ્રગટ થતી જોવા મળે છે
‘મેરે તો આતમા રામ, દુસરા ન કોઈ’’
જ્યાં આવી સમર્પણ - શરણાગતિ હોય ત્યાં ગુરૂકૃપાની અમીવૃષ્ટિ સિદ્ધિદાયક બને તેમાં કોઈ આશ્ચર્ય નથી.
એમના પત્રમાં કેળવણીનો જોરશોરથી પ્રચાર કરવાની ઉત્કટ ભાવના પ્રગટ થઈ છે. આ ધ્યેય સિદ્ધિનો પત્રો દ્વારા પરિચય થાય છે. આ સંગ્રહમાં કુલ ૨૭૨ પત્રોનો સંચય થયો છે. મોટા ભાગના પત્રો મુદ્દાસર છે. પ્રશ્નોત્તર અને શંકા - સમાધાન રૂપે પણ પત્રો લખાયા છે. એમનું માર્ગદર્શન સમાજના સર્વાંગી વિકાસમાં અનન્ય પ્રેરક વિચારો પૂરા પાડે છે. પંજાબના વિસ્તારમાં જૈન ધર્મના ઉદ્ધાર માટેની એમની શુભભાવનાને પ્રયત્નો અજોડ ગણાય છે. અને પંજાબ કેસરીનું બિરૂદ ચરિતાર્થ કર્યું છે. વિશેષ તો એમના પત્રોની સફર કરવાથી ખ્યાલ આવે તેમ છે. પૂ. શ્રીની પત્ર ધારાએ પત્રવાણીની પ્રેરક મેઘવૃષ્ટિ સમાન છે.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org