________________
માનવચિત્તમાં ઉદ્ભવતી સૂક્ષ્મ લાગણીઓ અને ભાવનાઓને વ્યક્ત કરવા માટે વિરાટ કાવ્ય સૃષ્ટિ છે. તેની સાથે ગદ્યમાં અભિવ્યક્તિ કરવા માટે પત્ર-ડાયરી અને પ્રવાસ પ્રકારની કૃતિઓનો સમાવેશ થાય છે તેમાં અંગત અભિવ્યક્તિ અનુભૂતિને વાચા આપવામાં આવે છે એટલે કાવ્યસમાન હૃદયસ્પર્શી અને ભાવવાહી બને છે. આ પ્રકારની કૃતિઓમાં પત્રલેખન નોંધપાત્ર છે. તેમાં પત્ર લેખકના વિશિષ્ટ કોટીના વ્યક્તિત્વ અને જ્ઞાનનો પરિચય થાય છે.
આગમ દ્ધારક સાગરાનંદસૂરીશ્વરજીના ગુરૂ શ્રી ઝવેરસાગરજીના જીવનચરિત્રના નિરૂપણની સાથે કેટલાક મહાત્માઓએ પત્રો લખ્યા હતા તેનો આ પુસ્તકમાં સંચય થયો છે.
જૈન સાહિત્યના ઈતિહાસની વિશેષતા એ છે કે તેમાં ચરિત્રાત્મક કૃતિઓનું પ્રમાણ વિશેષ છે એટલે આધારભૂત ચરિત્રાત્મક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે સાગરનું ઝવેરાત એ ઝવેરસાગરજીનું જીવન ચરિત્ર હોવાની સાથે પત્રોનો સંચય થયેલી રચના છે.
શાસન કંટકોદ્ધારક પૂ. હંસસાગરજી, પૂ. આત્મારામજી, પૂ. દાનસૂરિના ગુરૂ વીરવિજયજી, મુનિ શ્રી કાંતિવિજયજી, પૂ. મુનિશ્રી શાંતિવિજયજી, પૂ. કમલવિજયજી, પૂ. આનંદવિજયજી, પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી વગેરેએ પૂ. ઝવેરસાગરજી પર પત્રો લખ્યા હતા તેનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે. આ પત્રો ઔપચારિક વિગતો, વિહાર, આરાધના મહોત્સવ સાથે શાસ્ત્રવાર્તાલાપ સમાન, શંકા-સમાધાન રૂપ જ્ઞાન પ્રધાન છે.
ઉદાહરણ જોઈએ તો : જ “જે ગચ્છમાં આચાર્ય ઉપાધ્યાયાદિ પાંચ ન હોય તે ગચ્છ જ
જ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝાક
૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org