________________
છેસરકારના (હોમ) વિલાયત ખાતાના સેક્રેટરી હોનરેબલ જ
એ.પી.મેકડોનલ સાહેબનો પત્ર જે મને હમણાં જ મળ્યો છે તે આ જ સાથે તમને મોકલવાને ખુશી ઉપજે છે.
તેમાંથી તમારા જોવામાં આવશે કે ઋગ્વદ તમોને મોકલવા સારૂં તા. ૧૧મી ફેબ્રુઆરીએ પારકા રાજ્યોની સાથે સંબંધ રાખનાર (ફોરેન) ખાતા તરફ મોકલવામાં આવેલ છે. તમારા હાલના ઠેકાણાંની ખબર મેં સરકારમાં જણાવી હતી ને હું ધારું છું કે તમોને એ શીરનામે મોકલવામાં આવશે. આ કાગળ તમોને પહોંચવા પહેલાં તે પુસ્તકો તમોને ક્યારનાય મળી ચુક્યા હશે. આ પુસ્તક તમોને મેળવી આપવાને હું શક્તિમાન થયો તેથી મને ખુશી થવાનું સંતોષ પામવાનું કારણ મળ્યું છે.
તમોએ તૈયાર કરેલ નમતવૃક્ષ જે મને મોકલ્યું છે તે મેં લક્ષ્મપૂર્વક તપાસ્યું છે અને તેને બરાબર હૃદયમાં ઉતારીને તે વિશે થોડાક સવાલ આપને કરવા ઈચ્છું છું.
૧. મધ્યનું થડ જે તપાગચ્છની પેઢી બતાવે છે તેમાં તમે જેને છેલ્લા બતાવ્યા છે અને ૬૯મે પાટે છે, નામ વિજયરાજસૂરી લખ્યું છે, તેઓ હાલ હયાત છે? કદાપી તેઓ હાલ હયાત ન હોય તો હાલમાં તેમની ગાદીએ કોણ છે? અને તમે તપાગચ્છને મધ્યવૃક્ષ કેમ કર્યું છે? અથવા ઠરાવ્યું છે.
૨. ખરતરગચ્છની ગાદીએ છેલ્લા તમે ૭૦મે પાટે “શ્રી જિનહર્ષસૂરિ' લખ્યા છે. પણ તેઓ સંવત ૧૮૫૬માં ગાદીએ આવ્યા તેથી તેઓ હાલ હયાત હશે નહીં માટે તેમના પછી કેટલા સૂરિઓ (આચાર્યો) તેમની ગાદીએ થયા અને તેમના શા શા નામ છે તે જ જણાવો તથા હાલમાં ખરતરગચ્છની ગાદીએ ઉપરી કોણ છે? તે જ
- શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ
( ૮૯
૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org