________________
આ ચોર પલ્લી સમાન છે.” (પા. ૮)
પૂરવ સંચિત ઉદે આવે છે. વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે. (પા. ૧૨૮)
તરણ તારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાજની શીતળ છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધીકરણ પ્રભુ શાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે. (પા. ૨૮૩)
સાગરનું ઝવેરાત એ ચરિત્રાત્મક ગ્રંથ છે પણ તેમાં વિવિધ પ્રસંગોના નિરૂપણમાં આધારભૂત કેટલાક પત્રોને સાંકળી લેવામાં આવ્યા છે એટલે ચરિત્ર લેખનની શૈલીમાં પત્રો નોંધપાત્ર ભાગ ભજવે છે એટલે કે ઝવેરસાગરજીના જીવનની વિશેષતાઓ લેખકે માત્ર માહિતીને આધારે વર્ણન કળાનો આશ્રય લઈને નિરૂપણ કરી નથી પણ પત્રોના સંયોજનથી આ માહિતી વિશ્વાસપાત્ર બનાવીને પૂ. ઝવેરસાગરજીના વ્યક્તિત્વનો વિશિષ્ટ પરિચય કરાવ્યો છે.
સાગરનું ઝવેરાતના પત્રો આગમ જ્યોતિર્ધર, ભા. રના પરિશિષ્ટમાં વ્યવસ્થિત રાતે પ્રકાશિત થયો છે.
પરિશિષ્ટ ૧માં ૧૧ અને બીજામાં ૧૩ પત્રો મળીને કુલ ૨૪ પત્રોનો સંચય થયો છે. પત્રોનો આરંભ પરંપરાગત શૈલીમાં થયો છે.
મુ. લીંબડી, મુનિ મહારાજ ઝવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા.
શ્રી કેશરિયાજી મહારાજની ક્રીપા હોજો.. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય લીંબડી નગરે પર ઉપકારી
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org