________________
હતી. તેનો પત્ર દ્વારા લાક્ષણિક પરિચય થશે.
(૧) કલકત્તા તા. ૭ ઓક્ટો. ૧૯૮૮ મુનિ મહારાજ આત્મારામજી (આનંદ વિજયજી) મુરબ્બી મહારાજ
મેં પૂછેલા પ્રશ્નોના આપે જવાબ આપ્યા તેને માટે હું આપનો ઘણો આભારી છું આપના ખુલાસાથી મારા સંદેહ નિર્વત થયા છે.
આપ લખો છો કે ઉમાસ્વાતિ શ્રી મહાવીર સ્વામી પછી (૩૦૦) ત્રણસો વરસે થયા અને ચામાચાર્ય શ્રી મહાવીર સ્વામી પછી (૩૫૩) વરસે થયા. આમાં “હુઆ હૈ' એ શબ્દનો અર્થ જન્મ થયો કરવો કે નિર્વાણ થયું કરવો? તે લખશો.
વળી આપ લખો છો કે “શ્વેતાંબર અને દિગંબર બંને પક્ષવાળા તત્ત્વાર્થ સૂત્ર માને છે, એ ઉપરથી શું એમ નથી જણાતું કે બંને પક્ષવાળા શ્રી મહાવીર સ્વામી પછી ત્રણસો વરસે ઉમાસ્વામી થયા ત્યારે સામાન્ય જૈન ધર્મમાંથી જુદા પડ્યા નહોતા?'
એ ગ્રંથ સિવાય બંને પક્ષવાળા માને છે તેવો બીજો કોઈ ગ્રંથ
છે?
શ્વેતાંબરવાળા જે અંગ માને છે તે દિગંબરવાળા માને છે? અને માનતા હોય તો તે કયા કયા અંગ? આપે “અજ્ઞાન તિમિર ભાસ્કર' નામનો ગ્રંથ મગનલાલ દલપતરામ મારફતે મને મોકલ્યો તે ઘણું સારું કર્યું છે. મારે તે ઘણો ઉપયોગી છે.
મારો ગ્રંથ છપાશે કે તરત એક નકલ આપના તરફ જ મોકલાવીશ.
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org