________________
જોઈએ. વિદ્યાભ્યાસાર્થે અનેક પ્રકારનાં દુઃખ વેઠવાં જોઈએ. મનુષ્યો વિદ્યાભ્યાસની પ્રતિજ્ઞાઓ કરીને પાર પાડે છે તમારા વિદ્યાભ્યાસમાં મારાથી અંતરાય થયો હોય તો ક્ષમા ચાહું છું. સિદ્ધાંતોના પારંગામી થવું જોઈએ. ગીતાર્થ થશો તો લાખો મનુષ્યોને ઉત્તમ તત્ત્વ નોંધી શકશો અને ઉચ્ચ જીવન કરી શકશો. અમારા વચનો દૂર છતાં તમને વિશેષતઃ આત્માની સાક્ષી આપશે. સરસ્વતિનું શું કહેવું? પોતાની કાળજી જોઈએ. દુકાન તો ગમે તેટલું ભણી માંડી શકાય છે પરતંત્રતામાં ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે છે પણ એમાં પ્રથમ દુઃખ છે, પછીથી સુખે છે ગમે તેવો નિશ્ચય કરો પણ આત્મભાવમાં રમણતા કરશો. શાસ્ત્રીને લેવા માટે એક મનુષ્ય મોકલવું કોઈ ઠેકાણે ચોમાસાથી બંધાવું નહીં. અમદાવાદથી દોરા આવ્યા છે. મોતિને ધર્મલાભ હરખમુનિ સુરત બે દિવસમાં પહોંચશે.
મુ. અમદાવાદ લે. બુદ્ધિસાગર ૨૧. શ્રી પાટણ તત્ર વૈરાગી ત્યાગી મુનિશ્રી અજીતસાગરજી, સૌભાગ્ય સાગરજી, મહેન્દ્ર સાગરજી વગેરે યોગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્ષમાપના સંબંધી તમારો પત્ર આવ્યો તે વાંચી અમો પણ તમોને ખમાવીએ છીએ. ગુરૂ અને શિષ્યને શિષ્યના સંબંધ જોઈ મારાથી ખરાબ બોલાયું હોય ઠપકો દેવામાં આવ્યો અશુભ ચિંતવ્યું હોય વા તમારા મનને કોઈપણ રીતે મેં દુ:ખવ્યું હોય, સૌભાગ્ય સાગરનું મન દુઃખવ્યું હોય વા મહેન્દ્રસાગરનું મન દુ:ખવ્યું હોય તો બે હાથ જોડી ક્ષમા માંગું છું
અને આશા છે કે સર્વ પ્રકારે બુદ્ધિસાગરને ક્ષમા આપી સર્વ ખાતાં છે ચૂકવી નાંખી પવિત્રમાર્ગમાં આગળ વધશો. તમારા આત્માને જે કંઈ દુ:ખ થયું હોય તેની માફી માગું છું.
- શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
3
( ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org