________________
વિ. તમારો સાંવત્સરીક ક્ષમાપના પત્ર વાંચી આનંદ થયો છે. તે પ્રમાણે ક્ષમાપના વાંચશો. ક્ષમાપના એ જ મોક્ષનું ફળ છે. ક્ષમા વિના આત્મશક્તિ પ્રાપ્ત થતી નથી. ક્ષમાથી આત્માના અનેક ગુણો પ્રકટે છે. આત્મોપયોગ રાખો અને વ્યવહારમાં વર્તો એ જ આજ્ઞા.
ભાઈ અમથાલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પોપટલાલ તથા પુનમચંદ ગાંધીને ધર્મલાભ. ધર્મ સાધન કરશો. ધર્મ કાર્ય લખશો.
મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર
સં. ૧૯૭૯ કારતક સુદી ૧ ૧૮. શ્રી મુંબાઈ મધ્ય દેવગુરૂ ભક્તિકારક, સુશ્રાવક ભાંખરીઆ મોહનલાલ નગીનદાસ તથા ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પોપટલા, નગીનદાસ યોગ્ય ધર્મલાભ.
સં. ૧૯૮૦નું બેસતું વર્ષ તમને ભાગ્યશાળી નીવડી શાસન દેવતા તમોને સહાય કરો. આધ્યાત્મિક ગ્રંથોનો હંમેશા એકેક કલાક વાંચન કરવામાં આ નવા વર્ષથી નિશ્ચિત કરશો. કર્મયોગ ખુબ મનન કરી વાંચશો. શરીરની આરોગ્યતા જાળવશો. કહ્યા પ્રમાણે વર્તો અને બહાદુર બનો. આત્મસમા ધીમાં અત્ર આનંદ વર્યા કરે છે. તમોએ કવણી મોકલી તે પહોંચ્યો છે. હાલ એ જ ધર્મસાધન કરશો. ધર્મ કાર્ય લખશો. ઝવેરી મોતીલાલ નાનચંદ તથા શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈને ધર્મલાભ.
મુ. વાસદ લે. બુદ્ધિસાગર
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org