________________
છે. કુલ રૂઢિ પરંપરા ધર્મ કરતાં આત્માનો પૂર્ણ પ્રકાશ થાય એવા સત્યધર્મની તરફ લક્ષ્ય આપવું જોઈએ. જાતિનો મોહ દૂર કરવો અને આત્માનું સદ્ભૂત જ્ઞાન અને આનંદ એ જ પૂર્ણ સત્યધર્મ છે, એવો દઢ નિશ્ચય કરી તેની પ્રાપ્તિ માટે આત્મોપયોગે વર્તવું. વિવાદો તરફ દૃષ્ટિ ન દેતાં આત્માની શુદ્ધિ થાય એવો ઉપયોગ રાખવો. મોહની ક્ષીણ કરવા ઉપયોગ રાખો. મોહનો ક્ષય કરવો તે જ જૈનધર્મનું પ્રભુવીરે પ્રકાશનું રહસ્ય છે. રૂબરૂમાં શંકાઓને પુચ્છી સમાધાન કરવું. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે. તે જ તમે છો. એવો લક્ષ્ય રાખી વ્યવહારે વ્યવહારમાં ઉપયોગથી વર્તો, ધર્મ સાધન કરશો.
મુ. લોદરા ૧૫. મુ. મુંબાઈ તત્ર પ્રિય શિષ્ય, ભાઈ જયંતીલાલ ઉત્સવલાલ યોગ્ય ધર્મલાભ. વિશેષ હાલ અભ્યાસમાં પૂર્ણ લક્ષ્ય રાખવું. બીજી કોઈ બાબતમાં પડવું નહિં. હિંમતથી અભ્યાસ કરે, વિપત્તિયોને સહ્યા વિના કોઈ મહાન થતો નથી. જેટલું દુઃખ તેટલું ભવિષ્યમાં સુખ છે. સર્વ પાઠ્ય પુસ્તકોને વાંચી જવાં. ઉદ્યોગીને સર્વ સિદ્ધિયોની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીજીવનમાં ઉત્સાહ, રસ, સદાશા, પ્રબલ પુરૂષાર્થ, એક ધ્યાન અને નકામી વાતો મોજશોખથી વેગલાપણું તથા વખતસર કાર્ય કરવાની નિયમિતતા ખાસ જોઈએ. એવા વિદ્યાર્થીઓની સહાયે દેવો આવે છે. રણમાં યોદ્ધો જેમ શૂરતાથી લડે છે તેમ દુર્ગુણો સાથે લડવું જોઈએ. આત્મામાં અનંતજ્ઞાન છે તે સદગુરૂ ગમ તથા બાહ્યાભ્યાસ આદિથી પ્રગટ થાય છે. આત્મા પર આવેલાં અજ્ઞાન મોહ વગેરે આવરણો દૂર કરો. દેવગુરૂની કૃપા મેળવવા ભક્તિના માર્ગે આગળ વધો.
-
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org