________________
વીતરાગના ક્ષમાપના માર્ગમાં બ્રાહ્ય અને અંતરથી ઊભો છે થઈ આજથી સ્થિર થાઉં છું. ધર્મ કાર્ય લખશો, મોટા ગુરૂ મહારાજ તથા રિદ્ધિસાગરજી રંગ સાગરજી વગેરેને વંદના અનુવંદના પૂર્વક ત્રિવધે ત્રિવધે ખમાવું છું.
લિ. સર્વનો કૃપાકાંક્ષી બુદ્ધિસાગર
મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર ૨૨. શ્રી અમદાવાદ તત્ર મુમુક્ષુ આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ તથા પ. મહેન્દ્રસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી યોગ્ય અનુવંદન સુખશાતા.
વિ. આજરોજ વિમળભાઈ છગનલાલ અહીંથી તમારી તરફ આવ્યા છે. તબિયત બરાબર રહેતી નથી. બે પગે શીત છે. દવા હજી લાગુ પડતી નથી. જીર્ણજવર દરરોજ રાત્રે બે વખત આવે છે, અશક્તિ વધે છે, બનશે તો ચૈત્ર વદિ દશમે હવાપાણી ફેર માટે મહુડી જઈશ. ગામની બહાર ઠલ્લે બે વખત જાઉં છું પણ થાક લાગે છે. તમને વગેરેને મેં જે કંઈ દુઃખ વા પડ્યા હોય, ગુરૂભાવે જે કંઈ શિક્ષાબોધ આપતાં તમને માઠું લાગ્યું હોય અને તેમાં અનુપયોગે મારી ભૂલ થઈ હોય તો તમો સર્વને બે હાથ જોડી ખમાવું છું. કારણ કે મારે હવે કોઈપણ જીવની સાથે વેરવિરોધ, રાગદ્વેષ રહ્યો નથી હવે તો શરીરનું ઠેકાણું નહીં તેથી પહેલાંથી ખમાવી સર્વ જીવો સાથે આત્મભાવે આત્મપયોગી વિશેષતઃ થયો છું અને આ આત્મોપયોગમાં વર્તુ છું.
મુ. અમદાવાદ ઝવેરીવાડાનો ઉપાશ્રય લે. બુદ્ધિસાગર
5
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org