________________
છે શાસ્ત્રીય આચાર પાલન અને શાસ્ત્રીય જ્ઞાનની સચ્ચાઈનો જે વારસો છે છે તેનું અનુસરણ કરવાનો ઉપદેશ છે.
પત્રમાં Message' સંદેશ મહત્ત્વનો છે. આ અંગે કોઈ ચોક્કસ મર્યાદા બાંધવામાં આવી નથી. જૈન સાહિત્યના પત્રોમાં સાંપ્રદાયિકતાને ધોરણે જીવનને ઉન્નત કરવા આત્મવિકાસ સાધવામાં ઉપયોગી વિચારો ઉપદેશરૂપે સ્થાન પામ્યા છે. જૈન પત્ર સાહિતક્યની આ સાંપ્રદાયિક વિશેષતા છે તો કલાની દષ્ટિએ મર્યાદા ગણાય છે. દૂર દૂર વસતા ભક્તોને શિષ્યોને ગુરુની અમૃતવાણી ગુરુકૃપાની અમીવૃષ્ટિ પત્ર દ્વારા પહોંચાડવાનું શ્રેયસ્કર કાર્ય થાય છે જે સૌ કોઈને માટે પ્રેરક નીવડે તેમ છે. આ પત્રો અંગત નામથી લખાયા હોવા છતાં જાહેર જનતાને પણ તેની ‘theme' વસ્તુ ચિંતન અને મનન કરવા લાયક છે. જ્યારે પત્રો પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે આવી સંગતતા ગૌણ બનીને બહુજનહિતાય પત્રસૃષ્ટિ ઉપયોગી બને છે. અંગત રીતે શિષ્ય કે ભક્ત જીવન કૃતાર્થ કરી શકાય તો તે પત્ર ગત વિચાર સૃષ્ટિથી અન્ય માનવસમૂહ પણ તે દિશામાં પુરૂષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે તેમાં કોઈ શંકા છે જ નહિં.
પત્ર લેખકના વિચારો દ્વારા લેખકના વ્યક્તિત્વની વિશેષતા - ગુણો પ્રગટ થાય છે પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો તેમાં જૈન સાહિત્યના દાર્શનિક વિચારોનું ચિંતન – મનનને લેખકે પોતાની આગવી શૈલીમાં દર્શાવ્યું છે એટલે એમની Art of Exprenian કલાત્મક અભિવ્યક્તિ સ્વરૂપગત વિશેષતા ગણાય છે.
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org