________________
જ વિચારોની અભિવ્યક્તિમાં પોતાની યોગસાધનાનું પ્રતિબિંબ નિહાળી શકાય છે.
આ પત્રમાં લેખકના હૃદયના ગૂઢ ભાવ, વિચારો અને અંગત વિચારો, ઘટના કે પ્રસંગને લગતી માહિતી પ્રગટ થાય છે. તે ઉપરથી પત્ર લેખકના વ્યક્તિત્વના કેટલાંક અંશો પણ જાણી શકાય છે. આત્મકથા લખવા માટે આ પત્રો કાચી સામગ્રી તરીકે ઉપયોગી હોવાથી પત્ર લેખનને ચરિત્રાત્મક સાહિત્ય સાથે સંબંધ ગણવામાં આવે છે. આવા પત્રોની સામગ્રી લેખકના હસ્તે જ લખાયેલી હોવાથી આધારભૂત માહિતી માટે મહત્ત્વની ગણાય છે.
જૈન સાહિત્યની પત્ર સૃષ્ટિ અધ્યાત્મવાદના સમર્થક જૈન સાધુમહાત્માઓના વ્યક્તિત્વના પરિચય સાથે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો ધર્મ અને તેનો સમાજ જીવન પર પ્રભાવ હોવાની સાથે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય તે માટે અધ્યાત્મવાદના વિચારોનો તેના દ્વારા વિનિમય થયો છે એટલે આ પત્રો માત્ર સાધુઓને નહિ પણ અન્ય સ્ત્રી-પુરૂષોને પણ સાત્વિક જીવન જીવવા માટે પ્રેરક વિચારોનું પાથેય પૂરું પાડે છે. પત્રો કોઈ સાધુ કે શ્રાવકના નામથી લખાયા છે પણ આવાં નામ તો પત્ર લેખનની શૈલીએ અંગભૂત છે તેમ છતાં આમ જનતાને આ પત્રોની સૃષ્ટિ સ્પર્શે છે. તેમાં નામ મહત્ત્વનું નથી પણ પ્રગટ થયેલી વિચાર સમૃદ્ધિ આત્માર્થીજનો માટે પ્રેરક બને છે.
પત્રો પ્રસંગોચિત્ત સહજ રીતે લખાય છે ત્યારે લેખક તેનું શીર્ષક આપીને લખતા નથી પણ સંકલનકાર વાચકોની સરળતા માટે શીર્ષક રચના કરે છે અને તેને કારણે સ્વરૂપ-કલાનો આકાર જ મળે છે. શીર્ષક રચનાનું શુભ ફળ એ છે કે વાચકો વિષય પરત્વે Shક શ્રી ઋતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. નરગીસ
૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org