________________
આ ઉપશમાવવી ઘટે છે. સુખની વેળા આત્મામાં છે. દુ:ખની વેળા જડના આ મમત્વમાં છે. બાહ્યમાં દષ્ટિ ધારવાથી અંતરમાં ઉતરતું નથી. આત્મોપયોગના અવલંબને તેજ અવલંબન અંતે સાચું છે. પરના સંયોગે માંગેલું અવલંબન ક્યાં સુધી રહેશે? આત્મોપયોગનું અવલંબન પ્રગટાવવું જોઈએ. આત્મોપયોગથી મિથ્યાત્વ દૂર થાય છે. આત્મોપયોગ રૂ૫ દિવ્યઋદ્ધિની સર્વને જરૂર છે. સર્વે તે પ્રાપ્ત કરે તો સુખી થઈ શકે.
વિકલ્પ સંકલ્પરૂપ અગ્નિને ઉપશમાવવાનું જે વિવેકથી શીખ્યા છે તેમની પાસે જ ઉપશમ જળનો ઝરો રહે છે. બાહ્યવસ્તુ ગમે તે રૂપે ફરે, તેમાં આત્માનું કાંઈ જતું આવતું નથી. આત્મા સાદાદષ્ટિથી પોતાના સ્વરૂપમાં ઉપયોગી રહે એવી ભાવના ભાવવી તેથી શાન્તિ છે.
મુ. વિજાપુર ૭. અમદાવાદ, તત્ર સુશ્રાવક શિષ્યભાઈ દલસુખ મગન યોગ્ય ધર્મલાભ. વિ. હારા પત્રથી સ્વાત્મવૃત્તાંત જાણ્યું, હાલ હારો ધર્મ બ્રહ્મચર્યનું પાલન કરવું તેજ છે. બ્રહ્મચર્ય-કાયિક વીર્યનું રક્ષણ કરવું. યુવાવસ્થામાં કામના વિચારને આવતો જ અટકાવવો અને બ્રહ્મચર્યની ઉત્તમતાના વિચારોમાં લયલીન રહેવું. ઉર્ધ્વરેતાઓ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ બને છે. ઉર્ધ્વરેતા બ્રહ્મચારીઓ યોગની સર્વ ભૂમિકાઓને સ્પર્શે છે, માટે બ્રહ્મચર્યને દેવસમાન ગણી તેનું પાલણ કર કે જેથી સર્વ યોગનો અધિકારી બનીશ. યુવાવસ્થા ગદ્ધાપચ્ચીશી છે તેને જાળવ! બ્રહ્મચર્યથી આભવ અને પરભવમાં તું આત્મોન્નતિમાં આગળ
વધીશ. બ્રહ્મચર્યાવસ્થા જતાં સર્વે ગયું જાણજો. ચારિત્ર યોગ જ સાધવાનો પ્રસંગ પ્રાપ્ત થશે તો હાલની બ્રહ્મચર્યાવસ્થાથી અત્યંત ) લાભ થશે. ચામડી અને રૂપનો મોહ તેજ મારણ છે એવા મરણે
= શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કૃષિ
૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org