________________
મુ. વિજાપુર ૧૦. મારા લખેલા લેખો ગ્રંથો વગેરે સર્વે સાતનયોની પરસ્પર સાપેક્ષદષ્ટિએ અનુભવવા. જેઓએ જૈન ધર્મશાસ્ત્રોનો આધ્યાત્મિક તથા વ્યવહારષ્ટિએ તથા સાતનયોની દૃષ્ટિએ અભ્યાસ કર્યો હોય છે, તથા જેઓએ યોગશાસ્ત્રોનો અભ્યાસ કરીને તેઓનો અનુભવ કર્યો હોય છે, તથા જેઓએ ચાર વેદ, એકસો આઠ ઉપનિષદો, ગીતાઓ, વૈદાંતિક આધ્યાત્મિક ગ્રંથો તથા જેને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય છે તથા જેઓએ રાષ્ટ્રીય સામાજિક સંઘ પ્રગતિકારક તત્ત્વોનો અભ્યાસ કર્યો હોય છે તથા જેઓએ શ્વેતાંબર દિગંબર તાત્કાદિક ગ્રંથોનો અભ્યાસ અનુભવ કર્યો હોય છે, તેઓ ગીતાર્થ જ્ઞાનીઓ બનેલા હોય છે. તેઓની પાસે રહી સેવા ભક્તિ કરી મારા ગ્રંથોને ગુરૂગમ ગ્રહી વિચારે છે તેઓને સર્વજાતની શંકાઓ રહેતી નથી અને તેઓ આત્માને પરમાત્મા બનાવવાની આધ્યાત્મિક દૃષ્ટિ પરિણતિને પ્રાપ્ત કરે છે. મારા ગ્રંથોનો અભ્યાસ કરવામાં ગુરૂગમની તથા અપેક્ષા દષ્ટિની જરૂર છે. ઉપર્યુક્ત જ્ઞાનીઓ મારા લખેલા આશયોને સમજાવી શકે છે માટે વર્તમાનમાં વર્તનારા તથા ભવિષ્યમાં મારા આશયોને અપેક્ષાએ સત્ય જાણનારા જ્ઞાનીઓની સેવા ભક્તિમાં અર્પાઈ જવું. હું પ્રભુ મહાવીરદેવમાં સેવા ભક્તિ દૃષ્ટિએ અર્પઈ ગયો છું. ગુરૂ અને પ્રભુમાં અભેદ સત્ય ભક્તિભાવ છે.
મુકામ લોદરા ૧૧. શ્રી કાવીઠા મધે, સુશ્રાવક, રતનચંદ તથા ઝવેરભાઈ તથા મનસુખ તથા મણિલાલ યોગ્ય ધર્મલાભ.
વિશેષ. બહિરાત્મત્વનાશક, આર્તધ્યાન, રોદ્રધ્યાન પરિહારક, પર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૫૭)
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org