________________
૫. ઠે. નરસી કેસવજીની ધર્મશાળા.
શ્રી સાણંદ તત્ર શ્રદ્ધાનંત સુશ્રાવક શા.......... તથા .. વગેરે યોગ્ય ધર્મલાભ.
વિ. દ્રવ્ય ભાવથી યથા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલાનુ ભાવે ધર્મની સાધના થાય છે. તીર્થના સ્થાનમાં ધ્યાનનાં અવલંબનો અવલંબાય છે. આત્માનું વિશેષત: ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરૂં છું. જગતમાં સારામાં સાર એ કે કર્માવરણોનો નાશ થાય અને જ્ઞાનાદિક ગુણોની ઉત્પત્તિ થાય તેમ પ્રવૃત્તિ કરવી. મનમાં ઉઠતા રાગ દ્વેષના વિચારોને દાબવામાં આવે તો કંઈક આત્મ શાંતિનો અનુભવ થઈ શકે છે. અનેક પ્રકારની રાગદ્વેષ કારક ઉપાધિના સંસર્ગોથી આત્માને દૂર રાખવામાં આવે તો શુદ્ધ ચારિત્ર પદનો અનુભવ આવી શકે છે. સત્ય અને અસત્યના નિશ્રયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. સદ્ગુરૂ સમાગમથી સજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં આવે તો આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને અવલંબે જ. સગ્રંથો અત્યંત દઢ નિશ્ચયથી વાંચવા જોઈએ. વાંચીને સાર ખેંચવો જોઈએ. અપેક્ષાઓ સમજવી જોઈએ, નિમિત્ત અને ઉપાદાન હેતુનું જ્ઞાન થવું જોઈએ. સાધ્ય બિંદુ પરમાત્મ તત્ત્વ છે એમ નિશ્ચય થવો જોઈએ. પોતાના આત્માને તારવા માટે અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાનો છે એવી સ્થિતિમાં આત્માને મૂકવા પ્રયત્ન કરો. ૬. નાર ગામથી લ૦ - વિ૦ આત્માર્થી ભવ્ય અંતરદૃષ્ટિથી જોતાં જ્યારે બાહ્યના પુગલ પદાર્થો ક્ષણિક છે. ત્યારે તેમાં કેમ મમત્વ માનવું જોઈએ? ત્રણ કાળમાં જડ ને ચેતન થનાર નથી. સંયોગ તેનો વિયોગ છે. સંસારમાં કોણ સંબંધી નથી? કોનો સંબંધ ખરો? વિવેકથી વિચારતાં બાહ્યપદાર્થ સંયોગે ઉદ્ભવેલી મોહબુદ્ધિને 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
2
(૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org