________________
થાય છે, અને મનમાં નવીન ભાવ ઉત્પન્ન થાય છે. ષડ્વવ્ય વિચારનું પણ મનન કરશો. એક શ્રદ્ધાથી વર્તવું, જ્યાં ત્યાં ભટકવાની બુદ્ધિ ન રહેવી જોઈએ. તેથી સ્થિરતાની વૃદ્ધિ થશે.
મુ. અમદાવાદ ૩. મુંબાઈ મધ્યે સુશ્રાવક, ઝવેરી જીવણલાલ પનાલાલ બાબુ યોગ્ય ધર્મલાભ, મન, વાણી અને કાયા વડે પોતાના આત્માનું, અન્યાત્માઓનું કલ્યાણ કરનારા સત્યપુરૂષોનો કલ્પવૃક્ષની પેઠે આશ્રય કરવા યોગ્ય છે. સત્પુરૂષોની આન્તરડીનો આશીર્વાદ ખરેખર શુભાશાઓના ઉદયનું ઉત્તમ લક્ષણ છે. જેને દેવતાઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે વસ્તુઓ વડે સત્પુરૂષોની સેવા કરના૨ા ભક્તો અલ્પકાળમાં મુક્તિના દ્વાર આગળ આવી શકે છે. જે મનુષ્યો ઉન્નતિને ઈચ્છે છે, અને જેઓની ઉન્નતિ થાય છે તેઓના ઉપ૨ સત્પુરૂષોની કૃપા છે એમ અવબોધવું. જગતના પદાર્થો મેળવવાના વિચારો કરતાં તેઓનો સદ્ઉપયોગ કરવામાં ઉદાર પુરૂષોનું ચિત્ત વિચાર કર્યા કરે છે. જેનો કદી વિનાશ નથી અને જેનામાં પરિપૂર્ણ શાંતિ છે એવા પરમાત્મ દેવનું ધ્યાન કરનારા મનુષ્યો ખરેખર અશાન્ત જેવા જગતમાં શાન્તિનો અનુભવ લઈ શકે છે. ૫૨મશાંત માર્ગમાં ગમન કરવું જોઈએ કે જેથી આપણું ભવિષ્ય ચળકતું થાય. આપણી બુદ્ધિ, વાણી અને કાયા વડે એવો ઉત્તમ પુરૂષાર્થ સેવવો જોઈએ કે જેથી દૃષ્ટિ નાંખતાં જેનો પાર આવે નહિ એવા સંસાર સાગરની પેલી પાર જઈ શકાય. આત્મામાં અનંત બળ છે. એમ જાણીને બેસી નહિં રહેતા આત્મામાં અનંત બળ પ્રકટાવવા ઉદ્યમ કરવો જોઈએ. આંખ મીંચીને અને ધ્યાન ધરીને જરા જુઓ કે તમારૂં સ્થાન અને સુખ ક્યાં છે ? એ બધુ આત્મામાં છે. પરમાત્માને સેવીને તે પ્રાપ્ત કરો.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org