________________
પત્ર સદુપદેશ ભા. ૧
“ધાર્મિક ગદ્ય સંગ્રહ તથા પત્ર સદુપદેશ'' એ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિના વિવિધ વિષયક ગદ્યલેખોનો સંચય હોવાની સાથે પત્ર સદુપદેશનો તેમાં સમાવેશ થયો છે. ગદ્યલેખો પૂ.શ્રીની વિચારધારાની સાથે એમના ચિત્તમાં ઉદ્ભવતા વિચારો ચતુર્વિધને તથા સમગ્ર માનવજાતને આત્માનો વિકાસ કરવામાં ઉપયોગી થાય તેવા મનનીય છે. એમની વિચાર શૈલીમાં રહેલી ગંભીરતા-શુભ ભાવનાઓ અને ધાર્મિક સહિષ્ણુતાનો ખ્યાલ આવે છે. ૯૬૦ પાનાનો આ દળદાર ગ્રંથ પૂ.શ્રીની વિચા૨ સૃષ્ટિની સાથે આમ જનતાને આશ્ચર્ય મુગ્ધ કરાવે તેવી ક્ષમતા ધરાવે છે. જાણે કે સાક્ષાત્ સરસ્વતીની કૃપા એમના ઉપર ઉતરી હોય તેવું એમનું સાહિત્ય સર્જન છે.
આ ગ્રંથના પા. ૭૧૭ થી પત્ર સદુપદેશ ભા. ૧નો પ્રારંભ થયો છે. તેમાં લગભગ ૩૦૦ જેટલા પત્રોનો સંચય થયો છે. અત્રે કેટલાક પત્રો નમૂના રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો મોટાભાગે શ્રાવકોને સંબોધન કરીને લખાયા છે.
૧. મુ. સુરત, ગોપીપુરા. સુશ્રાવક આત્માર્થી.. પત્ર આવ્યો હતો.
..... યોગ્ય ધર્મલાભ વિશેષ તમારો
પર્વમાં ધર્મના પુસ્તકો વાંચીને તેનો મનમાં વિચાર જ કર્યા કરશો. થોડું વાંચવું અને હેનો વિચાર આંખ મીંચીને ખૂબ ક૨વો. જે જે વાક્યો વંચાય તેના ઉપર પુષ્કળ વિચાર ચલાવવો. જે જે વિચારો કરતાં શંકાઓ ઉત્પન્ન થાય તેની એક નોટબુકમાં નોંધ કરી
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org