________________
આત્મજ્ઞાન વિના ઘર અને વન એક સરખું છે, દેવ ગુરૂ ધર્મની સેવા ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે.
(ભા. ૨ - પા. ૧૧૭) સંસારમાં વિકલ્પ સંકલ્પ કરીને નકામો આત્મવીર્યનો ક્ષય કરવો જોઈએ નહીં.
(ભા. ૩ - પા. ૬૨) જે જે કાર્યો કરો તેમાં અહંતા ન થાય એવો અધ્યાત્મ ભાવ ખીલવવો.
(ભા. ૩ - પા. ૬૫) જે બાહ્યોન્નતિમાં સ્વમહોદય અવબોધે છે તે અંતરનો શુદ્ધ મહોદયનો ગંધ પણ આસ્વાદી શકતો નથી.
(ભા. ૩ - પા. ૬૬) શરીર છતાં અશરીરી પરિણામે વર્તાવ એ જ જીવન મુક્ત સમ્યકત્વ દશા.
(ભા. ૩ - પા. ૭૨) આખી દુનિયાના સર્વ જીવો પોતાના નામનું રટણ કરે એવી કદાપિ દશા બને તો પણ તેથી આત્મામાં લીન થયા વિના સાચી શાંતિ મળવાની નથી.
(ભા. ૩ - પા. ૭૬) આત્માને ભાવશો, પરભવમાં જતાં ધર્મ સાથે આવે છે. આત્માની બાજી વિશેષ પ્રકારે સુધારી લ્યો ધર્મ સાધન કરશો. ધર્મકાર્ય લખશો, સર્વને ધર્મલાભ.
इत्येव अहँ ॐ महावीर शांतिः । ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G
(૪૮)
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org