________________
વચન એમના ઉપદેશમાં રહેલું છે. તેમાં જ્ઞાન ભક્તિ અને ઉપદેશનાં લક્ષણો છે. કેટલાંક વિસ્તારવાળા વિવેચનયુક્ત દીર્ધપત્રો સ્વતંત્ર લેખ સમાન છે. આવાં પત્રોનું વાંચન રસભંગ કરે છે અને લેખકની પોતાની આગવી દુનિયામાં વાચકવર્ગ વિહાર કરે છે. વિસ્તારયુક્ત પત્ર લેખન એ પૂ. શ્રીની શૈલીની વિશેષતાની સાથે પત્રસ્વરૂપની દૃષ્ટિએ મર્યાદા લેખાય છે. એમની કલમ અવિરત ગતિએ ચાલતી હોય ત્યારે વિસ્તારને રોકી શકતા નથી વળી એમની વિવેચન પદ્ધતિ પણ તેમાં કારણભૂત છે તેમ છતાં પત્ર ગત વિચારો અત્યંત ઉપયોગી સાધન બને છે.
પૂ. શ્રીનો અંતિમપત્ર એક ચિંતન અને મનન કરવાલાયક અનન્ય પ્રેરણાદાયી લેખ સમાન છે. આ પત્ર દીધું હોવા છતાં અંતિમ પત્ર હોવાને કારણે પ્રગટ કરવામાં આવ્યો છે. આ પત્રના વિચારો જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાના અનુભવના પરિપાક રૂપે અંતિમ ઉપદેશ વચનામૃત સમાન છે. ગુરૂકૃપા અને એમનાં ઉપદેશનો આ અંતિમ પત્ર સર્વપત્રોમાં મહત્ત્વનો છે. ઉપા. યશોવિજયજીની પંક્તિઓમાં વિચારીએ તો આ પત્રોનું જ્ઞાન નિર્લેષ-અનાસક્ત ભાવથી સંસારીઓને જીવન જીવવાનો માર્ગાનુસારીનો બોધ આપે છે. બોધ એ સાંપ્રદાયિક સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે.
પાપ નહિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદના લાગ રે. ચેતન જ્ઞાન અાવાળીએ...
પત્ર સાહિત્ય સાંપ્રદાયિક છે એટલે તેમાં જૈન ધર્મના સાધુશ્રાવક આચાર સંબંધી વિચારો વ્યક્ત થયા હોય તે સ્વાભાવિક છે - પણ સાંપ્રદાયિક્તાને લક્ષમાં ન લેતાં માનવજીવનની ઉન્નતિ માટે
* શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org