________________
* કેટલાંક પ્રેરક વિચારો દર્શાવે છે તેનું ધાર્મિક સહિષ્ણુતાથી મૂલ્યાંકન થવું જોઈએ. સાંપ્રદાયિક પત્રો એક માધ્યમ છે કે જેના દ્વારા બહુજન સમાજને ઉદાત્ત વિચારોનો પરિચય મળી શકે તેમ છે. આરાધનાઉપાસના, જાપ, ધ્યાન, મૈત્રીભાવના, ક્ષમાપના, કર્મવાદનું રહસ્ય નય-નિક્ષેપથી વિચારોનું અર્થઘટન, સાધકોના અનુભવ સિદ્ધ વિચારો, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, જન જરા અને મરણમાંથી મુક્તિ તથા વ્યવહારશુદ્ધિના વિચારો વ્યક્ત થયા છે. વ્યવહાર શુદ્ધિ વગર ધર્મ શુદ્ધિ પણ સફળ થતી નથી એટલે આ પત્રોની સામગ્રી તત્ત્વજ્ઞાનની સાથે સમગ્ર માનવજાતને સ્પર્શે તેવી છે.
સાણંદના સુશ્રાવક આત્મારામ ખેમચંદને લખેલા પત્રના વિચારો જોઈએ તો
પ્રભુ મહાવીર દેવનાં વચનો શ્રવણ કરીને તથા વાંચીને સત્યસાર ગ્રહણ કરવા લક્ષ્ય દેવું. ગમે તે જૈન ગમે તે ધર્મક્રિયા કરે સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન ક્રિયા વિધિ હોય તો પણ તેથી મન, વાણી, કાયાની શુદ્ધિ થતી હોય તો તેથી તેની પ્રગતિ છે. (ભા. ૨ - પા. ૪૨)
દેહ ઈન્દ્રિયના મિથ્યાભોગમાં મુંઝાઈને જીવવું તે પશુ જીવન છે એવું જીવન તો અનંતી વાર ભોગવ્યું માટે આત્મ જીવને જીવવા માટે ઉઠો! જાગતૃ થાઓ! કેમ પ્રમાદ કરો છો!
(ભા. ૨ - પા. ૧૨૪) વ્યવહાર ધર્મની પ્રાપ્તિ વિના નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થતી નથી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ પણ વ્યવહાર ધર્મને કેવલજ્ઞાન છતાં પણ છે લોકોના હિત માટે આચર્યો હતો.
(ભા. ૨- પા. ૭૯) પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ
(૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org