________________
લખેલા છે એટલે પત્ર નામ આપ્યું છે. પૂ. શ્રીની પત્ર સૃષ્ટિમાં જ્ઞાનયાત્રા કરતાં એમ સ્પષ્ટ સમજી શકાય છે કે એમના લેખન ૫૨ પં. દેવચંદ્રજી ઉપા. યશોવિજયજી અને મહાયોગી આનંદઘનજીના જીવન અને કાર્યનો વિશેષ પ્રભાવ પડ્યો છે. પોતે પણ યોગનિષ્ઠના ગૌરવંતા બિરૂદવાળા જો થયા હોય તો એમની સાધનામાં યોગનો મહત્ત્વનો પ્રભાવ હતો.
સામાન્ય રીતે પત્રોમાં ગદ્યનો પ્રયોગ થતો હોય છે પણ પૂ.શ્રીના પત્રોમાં કાવ્યોનો પણ સમાવેશ થાય છે. પૂ. શ્રી ઉત્તમ ગદ્યકાર હોવાની સાથે કવિ પણ હતા. તેનું દર્શન પત્રોમાં પ્રાપ્ત થતાં કાવ્યોમાં થાય છે.
પૂ. શ્રીએ આત્મારામ ખેમચંદને સાણંદ પત્ર લખ્યો હતો (સંવત ૧૯૭૨ જેઠ વદી ૨) આ પત્રમાં વિદ્યાપુરીય શિષ્ય વાડીલાલ ચુનીલાલ કે જેઓ આફ્રિકામાં અવસાન પામ્યા હતા તે સંદર્ભમાં લાગણી દર્શાવતો ભાવવાહી પત્ર કાવ્યરૂપે લખ્યો હતો.
ગુરૂભક્ત ગુણીયલ ગયો, વાડીલાલ ઉદાર, વિદ્યાપુરમાં રત્નસમ, ઉચ્ચાશય ધરનાર. ||૧||
દેહાન્તર સંક્રાન્તિથી પામો મંગળ બેશ પુણ્યકર્મના યોગથી ૫૨ભવ લહો ન કલેશ. ।।૨।।
સર્વ જીવની એ ગતિ ધર્યુ શરીર બદલાય, બીજું ધારે કર્મથી, સુખ દુઃખ ફરીને પાય. ।।૩।|
તું જીવતોને જાગતો છે દેહ તો બીજો ધર્યો, એ દેહમાં પંથે મુસાફર, કામ નિશ્ચે ના કર્યા. ।।૧૩ ||
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org