________________
ગુજરાતી ભાષાના સાહિત્યમાં પત્ર વિશે કેટલાંક પત્રો પ્રાપ્ત થાય છે તે ઉપરથી માહિતી તારવવામાં આવે છે. પત્રસંગ્રહના આમુખ અને અવલોકનમાં આવી માહિતી રહેલી છે.
શ્રી ઉમાશંકર જોશીએ કાકા સાહેબ કાલેલકરના પત્રોના સંદર્ભોમાં જણાવ્યું છે તે પ્રમાણે પત્રની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે મળે છે.
સ્વાભાવિકતા, ઋજુતા અને સચ્ચાઈ આ ત્રણ જાણે નવલકથાનાં અનિવાર્ય તત્ત્વ હોય અને એ દ્વારા જ નવલકથામાં રસ સિદ્ધ થતો હોય એવી તેમની માન્યતા સ્વાભાવનાત્મક છે. સ્વાભાવિકતા અને સચ્ચાઈને પત્રમાં સ્થાન છે પણ ઋજુતા અને નવલકથાનો સંદર્ભ દ્વારા રસસિદ્ધિની વાત પત્રમાં જરૂરી નથી. ઉપરોક્ત માહિતીને આધારે એમ લાગે છે કે પત્રસૃષ્ટિ એ પાત્ર સૃષ્ટિ છે એ અલંકાર યુક્ત વિધાન છે છતાં તેમાં જેને સંબંધોને કરીને પત્ર લખાય છે તે પાત્ર અને લેખક એમ બંને પાત્રોના વ્યક્તિત્વનો પરિચય થાય છે. પત્રમાં વિચારો કે ભાવનાઓ કેન્દ્ર સ્થાને છે.
પત્ર એટલે બે વ્યક્તિ વચ્ચે લેખિત સ્વરૂપમાં થતો ભાવ, વિચાર, માહિતી આદિનો ભાષાકીય વિનિમય કે જે ચોક્કસ થયેલા ઢાંચામાં પ્રારંભે ઉદ્બોધન અંતમાં લખનારનું નામ હોય છે.
(સંદર્ભ - આત્મકથા સ્વરૂપ અને વિકાસ) જૈન સાહિત્યના ઉપલબ્ધ પત્રોનો આરંભ તિથિ, વાર અને - સંવત - અંગ્રેજી તારીખ, વર્ષ સ્થળ વગેરેથી થયો છે. સંબોધનમાં
પૂ. મુનિવૃંદ શિષ્ય કે પ્રશિષ્યાદિનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે.
(૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org