________________
પત્ર લિખિત અન્ય વ્યક્તિને ઉદ્દેશીને મોકલવાનો હોય છે. પત્રના સ્વરૂપ વિશે અહીં માહિતી મળે છે. પત્ર શબ્દની સાથે ટપાલનો સંબંધ સૂચિત થાય છે તે દૃષ્ટિએ અહીં આધુનિકતાનો ઉલ્લેખ થયો છે. વળી ‘Short’ શબ્દ દ્વારા સંક્ષિપ્તતાનો ઉલ્લેખ થયો છે. આ વ્યાખ્યા પત્રના સ્વરૂપ અંગે ત્રણ લક્ષણો દર્શાવે છે. પત્ર લિખિત - અંગત સંબોધન અને સંક્ષિપ્ત સંદેશ.‘Note' શબ્દ પ્રયોગ ચિઠ્ઠી છે તે પત્ર કરતાં નાની સંક્ષિપ્ત છે.
પત્રનું બાહ્ય સ્વરૂપ આકૃતિ કે આકાર વિશે આ વ્યાખ્યામાંથી વિગતો મળે છે. તેનો આંતરદેહ પત્રલેખક અને સંબંધિત વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે.
જ્યોર્જ સેન્ટસબરી પત્ર વિશે જણાવે છે કે,
પત્રો વાર્તાલાપ પછી તરત આવનાર અને ગેરહાજરીની ખોટ પૂરી પાડનાર એક વ્યક્તિના વિચારનું, હકીકતનું બીજી વ્યક્તિને નિવેદન છે.
માનવી કી પારિભાષિક કોશ (હિન્દી ભાષા)માં પત્રની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવી છે ઃ
पत्र वह लेख है जो दूरस्थ व्यक्ति को प्रेषित किया जाता है 1 और जिसमें लेखक अपनी भावनाओं को अपनी रूचि समझ एवं योग्यताके अनुसार वर्णन करता है।
આ વ્યાખ્યા પત્ર વિશે માહિતી પૂરી પાડે છે. પણ ‘વર્ણન’ શબ્દ અસંગત લાગે છે. પત્રમાં વર્ણનને અવકાશ નથી. તેમ છતાં પ્રાપ્ત સામગ્રીમાં વર્ણનનો ઉલ્લેખ થયો છે. પણ ‘વર્ણન’ એ પત્રનું આવશ્યક લક્ષણ ગણાય નહીં.
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org