________________
૧ પત્ર સદુપદેશ આ. બુદ્ધિસાગરસૂરિજ
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિની બહુમુખી પ્રતિભાનો પરિચય એમની વિરાટ સાહિત્ય સૃષ્ટિમાં વિહાર કરતાં થાય છે. સાહિત્યના ગદ્ય-પદ્ય પ્રકારોમાં ૧૫૦ ઉપરાંત કૃતિઓ રચીને જૈન શાસનના શ્રુતજ્ઞાનના વારસાનું આમ જનતાને સરળ અને સુગ્રાહ્ય ભાષામાં દિગ્દર્શન કરાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે. એમની વિવિધતાના દૃષ્ટાંતરૂપ પત્ર સાહિત્ય છે. પૂ. શ્રીએ શિષ્યવૃંદ – મુનિઓ અને શ્રાવકોને વિવિધ પ્રસંગોએ પત્રો લખીને પોતાના વિશાળ જ્ઞાન અને અનુભવની લ્હાણી કરીને આત્મ કલ્યાણના માર્ગમાં સાચો માર્ગ દર્શાવ્યો છે જે સૌ કોઈને માટે અનુસરવા લાયક છે.
ઈ.સ. ૧૯૦૪માં પત્ર સદુપદેશનો પ્રથમ ભાગ પ્રગટ થયા પછી ઈ.સ. ૧૯૨૩માં બીજો ભાગ અને ત્રીજો ભાગ ઈ.સ. ૧૯૨૬માં પ્રગટ થયો હતો. તે ઉપરથી એમના વિવિધ પ્રકારના પત્રોનો પ્રાથમિક ખ્યાલ આવે છે.
પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે પત્રો વિશે નીચેની માહિતી મળે છે.
“આ પ્રકારના પત્રોમાં ગુરૂશ્રી સાદી ભાષામાં વાંચનારને અધ્યાત્મજ્ઞાન, શાંતિ, વૈરાગ્ય, ધર્મજ્ઞાન, આચારપ્રતિપાલન અને આત્મબળના અણમૂલાં સિદ્ધાંતો આપી દે છે. તેમાં જાણે પત્ર દ્વારા તેઓ પોતે જ જીજ્ઞાસુ વાચકને ઉપદેશામૃત પાઈ રહ્યા હોય નહિ
એમ લાગે છે.' એ ભાગ ૩માં પોતાના પટશિષ્ય અજિતસાગરસૂરિ અને - ગુરૂભક્ત માણસા નિવાસી સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી ઉપરના
- શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org