________________
કળી જેવા દાંત છે ખરેખર તે હું એનું વર્ણન કરવાને શક્તિમાન નથી.
તે તેની બહેનપણીઓ સાથે અહીં આવેલી છે, સરખી સહેલીઓ હસી મજાક કરી રહી હતી. જે મેં કાનોકાન સાંભળી છે એક સહેલી પૂછે છે કે હે સખી આટલું રૂપ છે, આટલી જવાની છે આટલી સુંદર કાયા છે તે હજુ સુધી કુંવારી કેમ રહી છું? યોવન અને રૂપ એકેયમાં કોઈ ખામી નથી.
તને ખબર છે કે આટલી ઉંમરે તું અપરણીત હેઈને સમાજમાં વાત થાય. બાપની પણ ચિંતા વધે છે હા, કદાચ તને સંસાર પ્રત્યેને મેહ ના હોય તે પછી દિક્ષા શા માટે લેતી નથી ! કુંવારી કન્યા તે સાપને ભારે કહેવાય, કુંવારા રહેવું અને સમાજમાં રહેવું એ સ્ત્રીઓ માટે એગ્ય કહેવાય, લોકો હજાર જાતની વાત કરે, બેલે તેનુ મેં બંધ કરી શકાય? “ન બંધ થાય.”
સુભદ્રા કહે છે સખીઓ! તમારી વાત તદ્દન ખરી અને એગ્ય છે. હું પણ ગ્ય છે. હું પણ એગ્ય પતિ મેળવવા ઝંખુ છું. દરેક સ્ત્રી પતિ મેળવવા જરૂર તડપતી હિાય છે પરંતુ યોગ્ય પતિ માટે તે તપશ્ચર્યા કરવી પડે છે ! સમાજના લોકો તો અજ્ઞાની છે અને ફાવે તેમ બેલી શકે છે. પણ તેથી આપણે વગર વિચાર્યું કોઈપણ પગલું ભરવું ન જોઈએ. આપણા સમાજમાં સ્ત્રી પોતાના જીવન દરમ્યાન માત્ર એક પુરૂષને પરણી શકે છે. જ્યારે પુરૂષ અનેક વખત પણ શકે છે માટે સ્ત્રીએ વધુ સાવધ રહેવાની જરૂર છે.