________________
૨૩
પિતાજી! આપ મારી ચિંતામાં સુખેથી જમતાં નથી. શાંતિથી ઊંઘતા પણ નથી. પરંતુ એ બાબતમાં આપે કેઈજ ચિંતા કરવાની જરૂર નથી. સમય આવે હું મારી જાતે જ એગ્ય વર બતાવીશ. તમે શાંતિથી સુખમાં રહો. આથી સાગર શેઠની ચિંતા ઓછી થઈ. પિતાની પુત્રી સમજુ અને શાણી છે. વિદ્ધાન છે એટલે મારે ચિંતા કરવાની કઈ જરૂર નથી એમ વિચારી નિશ્ચિત બની સમય પસાર કરવા લાગ્યા. પુત્રી પણ નિર્દોષ ભાવે પોતાની સહેલીઓ સાથે આનંદથી દિવસે નિર્ગમન કરવા લાગી.
એટલામાં વસંતઋતુ આવી. નગરના લોકો કીડા કરવાની ઈચ્છાથી વનમાં ગયા. એક બાજુ સુરેન્દ્રદત્ત પિતાના મિત્રો સાથે બગીચામાં આવ્યું છે. બીજી બાજુ સુભદ્રા. પણ પોતાની સહેલીઓ સાથે અહીં આવી છે.
આ નંદનવન સરખાં ઉદ્યાનમાં સુરેન્દ્રદત્ત તેના મિત્રો, સાથે ખૂબજ આનંદવિનોદ કર્યો હિંચોળે હિંયા જળમાં સ્નાન કર્યું અને રમતો રમ્યાં થાકીને એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. નજીકમાં સુંદર સ્વરે ગવાતુ સંગીત સાંભળી આનંદ પામ્યા. એવામાં એક મિત્ર સુરેન્દ્રદત્તને કહ્યું મિત્ર, તારા માટે સુંદર અને સુગંધમય પુનો હાર બનાવવા ફૂલે વીણવા હું ગયો હતો ત્યાં સાગરશેઠની રૂપરૂપના અંબાર સમી સાક્ષાત લક્ષ્મી જ જોઈ લે એવી નવયુવાન અને મસ્તાની પુત્રી સુભદ્રાને ત્યાં મેં ઈ.
અહાહા ! શું વિધાતાએ રૂપ આપ્યું છે ? શું એની અણિયાળી આંખે છે. પરવાળા જેવાં હઠ છે દાડમની