________________
૭૪
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
એમના અંગે કેટલી ભ્રાંતિઓ ફેલાઈ હતી. વિરોધીઓ એમના પર કેવી રીતે આક્ષેપ કરતા હતા ? આદ્રક મુનિએ તર્ક પુરસ્પર સમાધાન કરી એમના વિરોધનું શમન કર્યું.
અતિમુક્તક કુમાર
એકવાર ભગવાન મહાવીર પોલાસપુરમાં પધાર્યા, ઉપાસકદશાંગમાં પિલાસપુરના રાજાનું નામ જિતશત્ર આપવામાં આવ્યું છે. તથા ઉપવનનું નામ સહસ્ત્રામન જણાવ્યું છે. અન્તકૃદશાંગમાં રાજાનું નામ વિજય, રાણીનું નામ શ્રીદેવી તથા ઉદ્યાનનું નામ શ્રીવન જણાવવામાં આવ્યું છે. અમારી દષ્ટિએ જિતશત્રુ એ રાજાનું નામ નથી પણ વિશેષણ હેવું જોઈએ. અનેક સ્થાને પર “જિતશત્રુ' નામનો ઉલ્લેખ છે. અનેક રાજાઓનું નામ એક સરખું હોય તે ઓછું સંભવિત છે. શત્રુ પર વિજય કરવાને કારણે એને જિતશત્રના નામથી સંબોધિત કરવામાં આવતું હશે.
ભગવાનના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ ભિક્ષા માટે પરિભ્રમણ કરી રહ્યા હતા. અતિમુક્તક કુમાર બાલસાથીઓ સાથે રમી રહ્યો હતો. શાંત મંજુલમૂતિ ગૌતમને જોઈને અતિમુક્તકે પૂછ્યું: “આપ કેમ ધૂમો છ' ? ગૌતમે મંદસ્મિત સાથે કહ્યું: “અમે ભિક્ષા મટે પરિભ્રમણ કરી રહ્યા છીએ.” એ સંસ્કારી બાળકે ગૌતમની આંગળી પકડી લીધી અને પિતાના ઘેર આવવાને આગ્રહ કરવા લાગ્યા. મહારાણીએ આ જોયું છે તે પ્રસન્નતાથી નાચી ઊઠી. અતિમુક્તકે માતાને કહ્યું: “એમને એટલું ભોજન આપજે કે જેથી એમને બીજા કેઈ ગૃહે જવું ન પડે.' ભિક્ષા લઈને ગૌતમ મહાવીર પાસે આવ્યા. બાલક અતિમુક્તક પણ સાથે જ હતા. ભગવાન મહાવીરની અમૃત વાણી સાંભળી એણે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય અભયદેવે નેધ્યું છે : “આ સમયે અતિમુક્તક કુમારની ઉંમર છ વર્ષની હતી.
એકવાર વરસાદ પડી રહ્યો હતો તે સમયે સ્થવિરોની સાથે અતિમુક્તકમૂનિ વિહારભૂમિ પર નીકળ્યા. તે વખતે ભૂમિ પર વહેતા પાણુને જોઈને બચપણના સંસ્કાર જાગૃત થયા. માટીથી પાળ બાંધી એણે પિતાનું પાત્ર એમાં મૂકયું અને આનંદવિભેર થઈને “તર, મારી નાવ, તર’. એ બોલી ઊઠયા, શીતળ મંદ પવન વાઈ રહ્યો હતો. એની નૌકા થડકી રહી હતી. પ્રકતિરૂપ નટી હસી રહી હતી. સ્થવિરાએ અતિમુક્તક મુનિને શ્રમણ-મર્યાદાથી વિપરીત કાર્ય કરતા જોયા અને એમના અંતરને રોષ મુખ પર દેખાવા લાગે. અતિમુક્તક સજાગ થઈ ગયા. તેઓને પિતાના મૃત્યુ પર દુઃખ થયું. અંતરના પશ્ચાત્તાપથી એમણે પિતાને પાવન બનાવી દીધા. સ્થવિરાએ ભગવાનને પૂછયું : “આ કેટલા ભવમાં મુક્ત થશે?” ભગવાને જણાવ્યું : “એ આ જ ભવમાં મુક્ત થશે. તમે એની નિંદા-ટીકા કરો નહિ. ભલે તે દેહમાં નાનું હોય, પણ એને અંતરાત્મા ઘણે વિરાટ છે.” અતિમુક્તક કુમાર ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને મુક્તિને વર્યા.
શ્રમણ ભગવાન મહાવીરે અતિમુક્તક કુમારની આંતરિક તેજસ્વિતા જોઈને એમને દીક્ષા આપી હતી. જેન ધર્મમાં કોઈપણ જગ્યાએ બાલ–દીક્ષા માટે મના કરી નથી, એમાં અયોગ્ય દીક્ષાની મના છે. બાલક પણ ઉત્કૃષ્ટ પ્રતિમાના ધારક હોઈ શકે અને યુવક તથા વૃદ્ધ અગ્ય હોઈ શકે. જે કોઈ યોગ્ય હોય તે શ્રમણુધર્મને સ્વીકાર કરી પિતાના જીવનને સાધના-આરાધના વડે ચમકાવી શકે છે.૪ નિશીથભાષ્યમાં બાળકને દીક્ષા દેવા અંગે જે મના કરવામાં આવી છે તે અગ્ય બાળક માટે છે.કેમકે દીક્ષા બુમુક્ષુ વ્યક્તિ નહીં પણ મુમુક્ષુ વ્યક્તિ ગ્રહણ કરે છે.
અલક્ષ રાજા
અલક્ષ નરેશ વારાણસીના અધિપતિ હતા. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળીને પિતાના રાજ્યના સિંહાસન પર પિતાના પુત્રને બેસાડી એમણે દીક્ષા ગ્રહણ કરી તથા ઉત્કૃષ્ટ તપની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧. ઉપાસકદશાંગ, અધ્યયને ૭, સૂત્ર ૧ ૨, અન્તકૃદ્દશાંગ, વર્ગ ૬, અધ્યયન ૧૫ ૩. (ક) કુમાર સમણે ત્તિ ષડવર્ષ જાતસ્ય તસ્ય પ્રવૃજિત્વાત્ આહ ચ છશ્વરિ પધ્વઈઓ નિર્ગાથ રાઈ પાવયણું” તિ
એતદેવ ચશ્ચર્યમિત અન્યથા વર્ષોષ્ટકાદારાના પ્રવ્રયા સ્વાદિતિ. ભગવતી, સટીક ભાગ ૧, શ.૫ ઉ.૪.સૂ, ૧૮૮
પત્ર ૨૧૯-૨૨૦. ૪. જૈન આચારઃ સિદ્ધાંત ઔર સ્વરૂપ, પૃ. ૪૪૪ થી ૪૪૬. ૫. (ક) નિશીથભાષ્ય, ૧૧. ૩૫૩૧/૩ર.
(ખ) તુલના કરે–મહાવ... ૧–૪૧–૯૯, પૃ. ૮૦–૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org