________________
ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૪૬
૨૦૧
ઉદાયનની પ્રત્રજ્યા૫૪૬. ત્યાર બાદ તે ઉદાયન રાજાએ કેશીરાજા પાસે
આશા માગી.
ત્યાર બાદ તે કેશી રાજાએ કૌટુબિંક પુરુને બોલાવ્યા–ઇત્યાદિ જેમ જમાલિ સંબંધ કહ્યું છે તેમ–નગરને બહારથી અને અંદરથી સાફ કરાવે ઇત્યાદિ_થાવતુ-નિષ્ફમાગાભિષેકની તૈયારી કરી.
ત્યાર બાદ તે કેશીરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજા, સામત, તલવાર, માડુંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવૃત્ત થઈ ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન પર પૂર્વની તરફ મુખ રાખી બેસાડ્યો, બેસાડીને એક આઠ સુવર્ણ કલશો વડે અભિષેક કર્યો-ઇત્યાદિ જમાલિના અભિષેકની જેમ ચાવતુ-મહાન નિષ્ક્રમણાભિષેક કર્યો, અભિષેક કરી દસે નખ સહિત બંને હાથ જોડી મસ્તકને સ્પર્શ કરી, અંજલિ રચી, જય વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ ! અમે આપને શું આપીએ, શું અર્પિત કરીએ અથવા આપની શું ઇચ્છા છે– આપનું શું પ્રોજન છે?”
ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને આ કહ્યું- હે દેવાનુપ્રિય! હું કુત્રિકાપણ (બધી જ વસ્તુ મળી શકે તેવી દુકાન)થી રજોહરણ અને પાત્ર મંગાવવા ઇચ્છું છું અને કાશ્યપ(હજામ)ને બોલાવવા માગું છું”-ઇત્યાદિ જેમ જમાલિના સંબંધમાં વર્ણન કર્યું છે તે પ્રમાણે
અહીં પણ જાણવું જોઈએ, પરંતુ એટલું વિશેષ છે કે જેને પ્રિયનો વિયોગ દુ:સહ હતો તેવી દુઃખિત પદ્માવતીએ અગ્રકેશને ગ્રહણ કર્યા.
ત્યાર બાદ કેશી રાજાએ બીજી વાર પણ ઉત્તર દિશામાં સિંહાસન ૨ખાવ્યું, ૨ખાવોને ઉદાયન રાજાને શ્વેત અને પીતા (સોનારૂપાના) કલશોથી સ્નાન કરાવ્યું, સ્નાન
કરાવોને શેષ જમાલિના વર્ણન જેમ યાવતુચારે પ્રકારના અંલકારોથી અલંકૃત થઈને, પરિપૂર્ણ રૂપથી અલંકૃત થઈ, સિંહાસન પરથી ઊડ્યો, ઊઠીને શિબિકાની પ્રદક્ષિણા કરીને શિબિકા પર ચડ્યો, ચડીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વની તરફ મુખ રાખી બેઠો. તે પ્રમાણે ધાવમાતા સંબંધમાં પણ જાણવું, પરંતુ એટલું વિશેષ છે કે અહીં પદ્માવતી હંસના ચિહ્નવાળા
શ્વેત વસ્ત્રને લઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને ઉદાયન રાજાની ડાબી બાજુમાં રાખેલ ભદ્રાસન પર બેઠી, બાકીનું પૂવર્વત જાણવું–માવતુછત્ર આદિ તીર્થંકરના અતિશયોને જોયા, જોઈને સહસ્ર પરથી ઉચકાતી શિબિકાને ઊભી રખાવી તે પુરુષસહસ્રવાહિની શિબિકાથી નીચે ઊતર્યો, ઊતરીને જયાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ઉત્તર–પૂર્વ દિશામાં ગયો, જઈને પોતાની જાતે જ આભરણ, માળા, અલંકારો ત્યજી દીધા.
ત્યારે તે પદ્માવતી દેવીએ હંસના ચિહવાળા વસ્ત્રમાં આભરણ, માળા, અલંકારોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તૂટેલા હાર, જલધારા, સિન્દુવાર પુપની માળા અને મોતીની માળાની જેમ આંખોમાંથી આંસુ વહાવતી વહાવતી ઉદાયન રાજાને આ પ્રમાણે કહેવા
લાગી.
- “હે સ્વામિ ! સંયમને વિષે પ્રયત્ન કરજો. હે સ્વામિ ! તત્પર રહેજો. હે સ્વામિ ! પરાક્રમ કરજો, આ વિષયમાં પ્રમાદ નહીં કરશે.” એમ કહી કેશીરાજાએ અને પદ્માવતીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરી જે તરફથી આવ્યા હતા તે તરફ પાછા ફર્યા.
ત્યાર બાદ તે ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો ઇત્યાદિ શેષ વર્ણન ઋષભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org