________________
ધર્મ સ્થાનુયાગ—મહાવીર તીમાં જિનરક્ષિત જિનપાલિત જ્ઞાત : સૂત્ર ૫૫૫
રત્નદ્વીપદેવતા વડે માક દીપુત્રોને દૃષ્ટિવિષ સ સમીપે જવાની મનાઈ—
૫૫૫. હે દેવાનુપ્રિયા ! કદાચ તમે ત્યાં પણ કંટાળી જાઓ અથવા થાકી જાઓ કે તમને કોઈ ઉપદ્રવ નડે તે તમે જ્યાં મારા શ્રેષ્ઠ પ્રાસાદ છે ત્યાં પાછા ફરજો અને મારી રાહ જોતાં ત્યાં જ રહેજો, પરંતુ દક્ષિણ દિશાના વનખંડ તરફ ન જશેા. ત્યાં તે એક વિશાળકાય, ઉવિષ, ચંડવિષ, ધારવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય તથા તેજનિસર્ગ-વર્ણન (ગોશાલકના પ્રકરણમાં આવતા પ્રચંડ સપ`ના વન)માં કહેવાયેલ છે તેવા કાજળ, મહિષ (પાડો) અને કાટીના પથ્થર સમાન કાળા, તથા જેનાં નેત્રો વિષ અને રોષથી પરિપૂર્ણ છે તેવા, જેની શરીરકાંતિ કાજળના ઢગલા જેવી કાળી છે તેવા, જેની આંખો રાતી અને બે જીભા લપલપી રહી છે તેવા, પૃથ્વીરૂપી સ્ત્રીની વેણી (ચાટલા) સમાન, ઉત્કટ, સ્કુટ, કુટિલ, જટિલ, કશ અને વિસ્તારવાળી ફેણના ટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ જેમ ધમધમ અવાજ કરનાર, પ્રચંડ, તીવ્ર અને અપરિમિત રોષ કરનાર, કૂતરાના માંની જેમ શીઘ્રતાપૂર્વક લપલપાટ કરતા એવા દ્રષ્ટિવિષ સપ` રહે છે. આથી કાંક
એવું ન બને. તમે ત્યાં ચાલ્યા જાએ અને
તમારા શરીરર્ના વિનાશ થઈ જાય.
—–આ વાત તેણે બે વાર, ત્રણ વાર માકદીપુત્રોને કરી‚ કરીને તેણે વૈક્રિય સમુદ્ધાતપૂર્વક વિક્રિયા કરી, વિક્રિયા કરીને ઉત્કૃષ્ટ દેવગતિપૂર્વક લવણસમુદ્રના એકવીશ ફેરા કરવામાં તે પ્રવૃત્ત થઈ.
માકંદીપુત્રોનું વનખડ-ગમન—
પપ૬. ત્યાર પછી તે માકદીપુત્રો તેના ગયા પછી ઘેાડીવારમાં જ તે શ્રેષ્ઠ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રિત અને શ્રૃતિ ન પામતાં અન્યાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા—
‘દેવાનુપ્રિય ! રત્નદ્રીપદેવતાએ આપણને આમ કહ્યું હતું—
‘શક્રેન્દ્રના વચનાદેશથી લવણસમુદ્રાધિપતિ
Jain Education International
૨૦૭
સુસ્થિત દેવે મને નિયુક્ત કરી છે—યાવત-તા જો જો તમારા શરીરને કોઈ હાનિ ન થાય.” તાહે દેવાનુપ્રિય ! આપણે પૂર્વ દિશાના વનખંડમાં જવું જોઈએ.’–એક બીજાની આવી વાત સ્વીકારી, સ્વીકારીને જ્યાં પૂર્વદિશાના વનખંડ હતા ત્યાં ગયા, જઈને ત્યાંની વાવામાં -યાવત્—લતાગૃહોમાં—પાવત્ સુખપૂર્વક રમણ કરતા વિહરવા લાગ્યા.
ત્યાર પછી તે માકંદીપુત્રોને જ્યારે ત્યાં પણ સુખાનુભૂતિ, રતિ કે શાંતિ પ્રાપ્ત ન થઈ ત્યારે જ્યાં ઉત્તર દિશાના વનખંડ હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ત્યાં પણ વાવામાં યાવત–લતાકુંજોમાં યાવત્ સુખપૂર્વક રમણ કરતા વિહરવા લાગ્યા.
કરતા
ત્યાર પછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખ, શાંતિ કે ધૃતિ ન મળ્યાં ત્યારે જ્યાં પશ્ચિમ દિશાના વનખંડ હતા તે તરફ ચાલ્યા, જઈને ત્યાં પણ વાવામાં યાવત્ લતાઘરોમાં સુખપૂર્વક ક્રીડા કરતા ફરવા લાગ્યા.
દેવી દ્વારા નિષિદ્ધસ્થાનમાં માકઢીપુત્રોનું
ગમન—
૫૫૭. ત્યાર પછી તે માકદીપુત્રો ત્યાં પણ સુખાનુભવ, કે શાંતિ ન પામ્યા ત્યારે અન્યેાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા–‘હે દેવાનુપ્રિય ! રત્નદ્રીપદેવતાએ આપણને આ પ્રમાણે કહ્યું હતું કે—
“હે દેવાનુપ્રિયા ! શક્રના વચન-સંદેશથી લવણાધિપતિ સુસ્થિતે મને નિયુક્ત કરી છે– યાવત્--જો જો તમારા શરીરને હાનિ ન થાય.
',
For Private Personal Use Only
તે જરૂર એમાં કંઈક કારણ (રહસ્ય) હોવું જોઈએ. આથી આપણે દક્ષિણ દિશાના વનખ’ડમાં પણ જવું જોઈએ.’-આમ કરી (વિચારી ) એમણે એક બીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને જે તરફ દક્ષિણ દિશાના વનખંડ હતા ત્યાં જવા આગળ વધ્યા. ત્યાંથી એવી દુર્ગંધ આવવા લાગી, જેવી કે-કોઈ સપના મૃત–શરીરની હોય અથવા-યાવઅધિક અનિષ્ટકર હોય.
www.jainelibrary.org