________________
૨૦૮
ધર્મ કથાનગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૦
વનખંડમાં દેવીએ શુળી પર ચઢાવેલા
પુરુષનાં દર્શનપપ૮. ત્યારે તે માકંદીપુત્રોએ તે અશુભ ગંધથી
ગભરાઇને પોતપોતાના ઉત્તરીય વસ્ત્રથી માં ઢાંકી દીધાં, માં ઢાંકીને જ્યાં દક્ષિણ દિશાનો વનખંડ હતો ત્યાં પહોંચ્યા, ત્યાં તેમણે એક મોટું વધસ્યાને જોયું જ્યાં સેંકડો હાડપિંજરે અને હાડકાંના ઢગલા હતા અને જે દેખાવમાં અતિ ભયંકર લાગતું હતું. ત્યાં તેમણે શૂળી પર ચડાવેલા એક પુરુષને જોયો જે કરુણ, કષ્ટમય અને દારુણ સ્વરે કરાંજતો હતો. તેને જોઇને તેઓ ડરી ગયા, ત્રસ્ત, સંત્રસ્ત બન્યા, ઉદ્વિગ્ન અને ભયભીત બન્યા. જયાં પેલો પુરુષ શૂળી પર હતો ત્યાં તેઓ પહોંચ્યા, પહોંચીને તે શૂળી પર ચઢાવેલા પુરુષને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિય ! આ કોનું વધસ્થાન છે? તું કોણ છે? શા માટે અહીં આવ્યો હતો ? કોણે તને આવી આપત્તિમાં ધકેલ્યો છે?
ત્યારે શૂળીથી વિંધાઈ રહેલા તે પુરુષે માકંદીપુત્રોને આમ કહ્યું –
હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્રીપદેવતાનું વધસ્થાન છે. હે દેવાનુપ્રિયે! જંબૂદ્વીપ દ્વીપને ભારત વર્ષમાં આવેલ કાકંદી નગરીનો વાસી અશ્વ-વ્યાપારી છે. અનેક અશ્વ અને સાધન-સામગ્રી વહાણમાં લઇને લવણસમુદ્રની સફરે નીકળ્યા હતા. ત્યારે મારું વહાણ નાશ પામવાથી અને સાધનસામગ્રી ડૂબી જવાથી એકમાત્ર પાટિયું મળી જતાં તેના આધારે તરતો તરત રેનદ્રીપ નજીક આવી પહોંચ્યો. ત્યારે તે રત્નદેવતાએ અવધિજ્ઞાન વડે મને જો, જોઈને મને પકડ્યો, પકડીને લઈ જઈ તે મારી સાથે વિપુલ કામભોગો ભોગવતી રહેવા લાગી. ત્યાર પછી એક વખત એક નાનકડા અપરાધના કારણે તે રત્નદ્રીપદેવતા મારા પર કુપિત થઈ અને કુપિત થઇને તેણે મને આવી આપત્તિમાં ધકેલી દીધો. હે
દેવાનુપ્રિયો ! ખબર નથી કે તમારા આ શરીરને પણ કઈ આપત્તિ આવી પડશે.” માકાદીપુત્રો વડે વિસ્તાર (બચવાના ઉપાય
પૃચ્છીપપ૯. ત્યાર પછી તે માર્કદીપુત્રો શૂળી પર ચઢાવાયેલા
તે પુરુષનો વૃત્તાંત સાંભળી અને અવધારીને અત્યધિક ભયભીત થઈ ગયા, ત્રસ્ત, ઉદ્ધિ, ભયગ્રસ્ત થઈને તેમણે તે શૂળી પરના પુરુષને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! અમે રતનદ્રીપદેવતાના હાથમાંથી પોતાની મેળે કેવી રીતે છૂટી શકીએ?”
ત્યારે શૂળી પર ચઢાવાયેલા તે પુરુષે તે માનંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! આ પૂર્વદિશાના વન-- ખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે, તેમાં અશ્વરૂપધારી શૈલક નામે એક યક્ષ રહે છે. તે શૈલક યક્ષ ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પોતાના નક્કી કરેલા સમયે જોર જોરથી આ પ્રમાણે બોલે છે-“કેને તારું? કોને પાળું?” તે હે દેવાનુપ્રિયા ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને મહાજનને યોગ્ય પુષ્પોપચાર આદિથી શૈલક યક્ષની
અર્ચના કરીને, તેના પગે પડીને, હાથ જોડીને વિનયપૂર્વક પર્યું પાસના કરજો. જ્યારે નિયત સમયે તે શૈલક યક્ષ આવીને કહે-કોને તારું ? કોને પાળું ?” ત્યારે તમે કહેજો–“અમને તારો. અમન પાળો.” આમ કરવાથી શૈલક યક્ષ તમને રત્નદ્રીપદેવીના હાથમાંથી પોતાની મેળે જ છોડાવશે. નહીં તો હું નથી જાણતા કે તમારાં આ શરીરની કઈ દશા થશે.”
માનંદીપુત્રોએ કરેલી શૈલક યક્ષની પર્ય પાસનાપ૬૦. ત્યાર પછી તે માકંદીપુત્રો તે શૂળી પર
ચઢાવાયેલા પુરુષનો આ વૃત્તાંત સાંભળી, મનમાં અવધારીને શીધ્રપાણે, ત્વરાથી, ચપળતાપૂર્વક, પ્રચંડ વેગથી જ્યાં પૂર્વ દિશાનો વનખંડ હતો, તેમાં જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા, આવીને પુષ્કરિણીમાં પ્રવેશ્યા, પ્રવેશીને સ્નાન કર્યું,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org