________________
૨૧૮
ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૨
તો શું આવા વિચારવાળા પુરુષોએ સમસ્ત પ્રાણીઓ-યાવન્-સમસ્ત સર્વેને દંડ આપવો (ધાત કરવો) છોડી દીધો છે ? હા, છોડી દીધો છે.
તો શું આવી રીતે વિહાર દ્વારા વિચરણ કરનાર-ચાવતુ-ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થડા કે ઘણા દેશોમાં પરિભ્રમણ કરીને ફરી ગૃહસ્થાવાસમાં જઈ શકે ?
આ લોકમાં ગાથાપતિનો પુત્ર તેવા પ્રકારના કુળમાં જન્મ લઈને ધર્મશ્રવણ માટે શું આવી શકે ? હા, આવી શકે છે.
તેવા પ્રકારના તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષોને ધર્મોપદેશ આપવો જોઈએ?
હા, એમને ધર્મને ઉપદેશ આપવું જોઈએ. શું તે આવા પ્રકારનો ધર્મોપદેશ સાંભળી અને સમજીને આમ કહી શકશે કે-આ નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, સર્વશ્રેષ્ઠ છે, કેવળજ્ઞાન આપનાર છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે, સિદ્ધિમાગરૂપ છે. નિર્માણમાગરૂપ છે, નિર્વાણમાગરૂપ છે, અતિથ, અસંદિગ્ધ અને સમસ્ત દુ:ખોના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે.
આથી અમે આ માર્ગની આજ્ઞા મુજબ ચાલીશું, ઊઠીશું, બેસીશું, શયન કરીશું, ભોજન કરીશું, ઊભા થઈશું અને ઊભા થઈને પ્રાણી-ચાવતુ-સત્ત્વોની સંયમપૂર્વક રક્ષા કરીશું. શું આમ તેઓ કહી શકે છે?
હા, તેઓ આમ કહી શકે છે. શું આ પ્રકારના વિચારવાળા તેઓ પ્રવજ્યાને પાત્ર છે ? હા, તેઓ યોગ્ય છે.
શું આવા વિચારવાળા તેઓ મુંડિત બનવા યોગ્ય છે ?
હા, યોગ્ય છે. શું આ પ્રકારના વિચારવાળા ને શિક્ષણ આપવા માટે યોગ્ય છે? હા, યોગ્ય છે.
શું આવા વિચારવાળા તે પ્રજયામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે?
હા, યોગ્ય છે.
હા, જઈ શકે છે.
ત્યારે શું તેઓ બધાં પ્રાણીઓ, બધાં સોને દંડ આપવાનું છોડી દે છે? આ અર્થ સમર્થ નથી (અર્થાત્ આ વાન યુક્તિસંગત નથી). તે જીવ તે જ છે જેણે પૂર્વમાં બધાં પ્રાણીઓ યાવતું બધાં સર્વેને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તે જીવ તે જ છે, જેણે પહેલાં બધાં જીવોને યાવનું બધાં સત્ત્વને દંડ દેવાનું છોડ્યું ન હતું. તે જીવ તે જ છે જેણે અત્યારે બધાં જીવો યાવતુ બધાં સાને દંડ દેવાનો ત્યાગ કરવાનો નથી. પૂર્વમાં તે અસંયમી હત, વચ્ચે સંયમી છે અને ફરી અત્યારે અસંયમી થયા. અસંયમી જીવને બધાં પ્રાણીઓ યાવનું બધાં સોને દંડ દેવાનો ત્યાગ નથી હોતું. હે નિગ્રંથ ! આમ
જાણે. આમ જ જાણવું જોઈએ. ૫૮૨. ભગવાને કહ્યું કે હું નિJથાને પૂછું છું-હે
આયુષ્મનું નિર્ગથ ! આ લોકમાં પરિવ્રાજક અથવા પરિવ્રાજિકાઓ કોઈ બીજા તીર્થસ્થાનમાં રહીને ધર્મ સાંભળવા માટે શું સાધુની નજીક આવી શકે છે? હા, આવી શકે છે. ' શું આ આવા પ્રકારની વ્યક્તિઓને ધર્મ સંભળાવવો જોઈએ ?
હા, સંભળાવવું જોઈએ.
શું તેઓ આવી રીતે આવા પ્રકારને ધર્મ સાંભળીને અને અવધારીને આ પ્રમાણે કહેશે-આ નિર્ગથપ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનદાયક છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org