________________
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં પુંડરીક કંડરીક કથાનક સૂત્રઃ ૬૫૪
૨૪૩
ત્યાર પછી પુંડરીકે કંડરીકને આ પ્રમાણે કહ્યું-“હે ભદત! શું ભેગની ઇચ્છા છે?
હા, ઇચ્છા છે.” [કંડરીકે ઉત્તર આપ્યો.]
પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીકનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને અશોકવાટિકામાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાની બનેલ પાટ પર બેઠા, બેસીને બે હથેળીમાં મુખ રાખી ભગ્ન મનોરથ બની આર્તધ્યાન કરતા ચિંતામાં ડૂબી ગયા.
ત્યારે પુંડરીકની ધાવમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં ગઈ તો ત્યાં તેણે અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટ પર મનેરથભગ્ન પાવન ચિંતામાં ડૂબેલા કંડરીક અણગારને બેઠેલા જોયા, જોઈને તે પુંડરીક રાજા પાસે ગઈ. જઈને તેણે પુંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટ પર મનોરથભગ્ન યાવતુ ચિંતાગ્રસ્ત બનીને બેઠા છે.”
ત્યારે તે પુંડરીક રાજા ધાવમાતાની આ વાત સાંભળી અને સમજીને તરત સંભ્રાન્ત બની આસનેથી ઊઠયો, ઊઠીને અંત:પુર પરિવાર સહ જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવ્યો, આવીને કંડરીક અણગારની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! તમે માનવજન્મ અને જીવનનું સુફળ મેળવ્યું છે–ચાવતુ-ગૃહત્યાગ કરીને અનગાર–પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. હું તો અધન્ય છું, અકૃતીર્થ છું, અકૃતપુણ્ય છું, અકૃતલક્ષણ છું યાવત્ દીક્ષા લેવા સમર્થ નથી થયો. હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો-પાવતુ-તમે માનવજન્મ અને જીવન સફળ કર્યા છે.”
ત્યારે પંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયાં છતાં કંડરીક મૌન જ રહ્યા. બીજી વાર અને ત્રીજી વાર પણ પુંડરીકે આ પ્રમાણે કહ્યું છતાં તે મૌન ધરી બેઠા રહ્યા.
ત્યારે પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તરત જ કંડરીકને માટે મહાન
અભિષેકની તૈયારી કરો યાવતુ તેણે કંડરીકનો રાજ્યાભિષેક કર્યો.
પંડરીકની પ્રવજ્યા૬૫૫. ત્યાર પછી પુંડરીકે પોતાના હાથે જ પંચમુષ્ટિક
કેશલોચ કર્યો, પોતાની મેળે જ ચાતુર્યામ ધર્મ અંગીકાર કરી કંડરીકનાં શ્રમણાચારનાં પાત્રોઉપકરણ ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને આ પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો–
સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કરીને અને ચાતુર્યામ ધર્મ અંગીકાર કરીને જ હું આહાર લઈશ.”—આ અભિગ્રહ ધારણ કરીને તે પુંડરીકિણી નગરીમાંથી નીકળ્યો, નીકળીને એક ગામથી બીજે ગામ ફરતો ફરતો તે જ્યાં સ્થવિર ભગવંત હતા તે સ્થળે જવા ઉદ્યત થયો.
કંડરીકનું મૃત્યુ ૬૫૬. ત્યાર પછી રાજા બનેલ કંડરીકે પ્રણીત (પૌષ્ટિક)
ભોજનપાનને આહાર લેવા માંડ્યો અને અતિ ભોજન તથા અતિ જાગરણથી તેને તે ભોજનનું અજીર્ણ થયું-આહાર પચ્યો નહીં.
ત્યાર પછી આહાર-પાચન ન થવાથી કંડરીક રાજાને મધ્યરાત્રિકાળે શરીરમાં અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, દુ:ખદાયક અને અસહા વેદના પેદા થઈ. તેનું શરીર પિત્તજવરયુક્ત બન્યું અને તેમાં દાહની પીડા ઊપડી.
ત્યાર પછી તે કંડરીક રાજા રાજયમાં, રાષ્ટ્રમાં, અન્ત:પુરમાં અને મનુષ્ય-સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, નિમગ્ન, અતીવ આસક્ત બનેલ અને આર્તધ્યાનને વશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org