________________
२४८
ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલીઃ સૂત્ર ૬૬૪
તેની આ ચાર શાખાઓ અને ચાર કુળો આ પ્રમાણે કહેવાય છે. તે શાખાઓ કઈ કઈ છે ? શાખાઓ આ પ્રમાણે છેસાવલ્વિયા, રજજપાલિયા, આરિજિજયા અને ખેમલિજિજયા આ તેની શાખાઓ છે. તે કુળો કયાં છે?
તે કુળ આ પ્રમાણે છે. ગાથા–
વેસવાડિયગણના આ ચાર કુળો છે-૧ ગણિય, ૨ મેહિય,૩ કામઢિય અને ઈદપુરગ
વાશિષ્ઠ-ગોત્રીય કાકંદક સ્થવિર ઈસિગુપ્ત (ઋષિગુપ્ત)થી આ માણવગણ નામને ગણ નીકળ્યો.
તેની ચાર શાખા અને ત્રણ કુળે આ પ્રમાણે કહ્યાં છે. તેની શાખાઓ કઈ કઈ છે?
શાખાઓ આ પ્રમાણે છે-૧ કાસવિજિજયા ૨ ગોયમિજજયા, ૩ વારિટ્રિયા, ૪ સોરઠ્ઠિયા. એ ચાર શાખાઓ છે. તે કુળો કયાં છે?
તે કુળ આ પ્રમાણે છે, જેમ કેગાથા–
એક-ઇસિનિય, બે-ઇસિદત્તિય અને ત્રણ-અભિજસંત. માણવગણનાં આ ત્રણ કુળો છે.
વડ્યાવચ્ચ–ગેત્રીય કોડિય કાકંદક સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી આ કોડિયગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને ચાર કુળ આ પ્રમાણે છે – તે શાખાઓ કઈ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે છે– ગાથા
૧. ઉચ્ચાનાગરી, ૨. વિજજાહરી (વિદ્યાધરી) ૩.વઈરી (વજ) અને ૪. મજિઝમિલ્લા. કેડિયગણની ચાર શાખાઓ છે.
તે કુળો ક્યાં છે? તે કુળો આ પ્રમાણે છેગાથા
એકબંભલિજજકુળ, બે-વચ્છલિજજકુળ, ત્રણ-વાણિજજકુળ અને ચાર-પન્નવાહણકુળ.
વ્યાધ્રાપ-ગોત્રીય કોયિ કાકંઇક સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધના પુત્ર સમાન પ્રવીણ એવા પાંચ સ્થવિરો અનેવાસી હતા, જેમનાં નામ આ પ્રમાણે છે–સ્થવિર આર્ય ઇન્દ્રદિન, સ્થવિર પ્રિયગ્રન્થ, સ્થવિર વિદ્યાધર ગોપાલ, કાશ્યપગોત્રીય સ્થવિર ઋષિદત્ત,
સ્થવિર અરહદત્ત. સ્થવિર પ્રિયગ્રન્થથી અહીં મધ્યમ શાખા નીકળી. સ્થવિર વિદ્યાધર ગોપાલથી અહીં વિદ્યાધરી શાખાનો પ્રારંભ થયો. કાશ્યપ-ગાત્રોય આર્ય ઇન્દ્રદિનની ગતમગૌત્રીય સ્થવિર આર્યદિન અનતેવાસી હતા. ગૌતમ-ગોત્રીય સ્થવિર આર્યદિનના પુત્ર સમાન પ્રખ્યાત બે સ્થવિર અન્તવાસી હતા, તે આ પ્રમાણે
માઢર-ગોત્રીય આર્ય શાંતિશ્રેણિક સ્થવિર અને કૌશિક-ગોત્રીય જાતિસ્મરણ-જ્ઞાન-સંપન્ન સ્થવિર આય સિંહગિરિ.
માઢર–ગોત્રીય સ્થવિર શાંતિશ્રેણિકથી અહી ઉચ્ચાનાગરી શાખા નીકળી.
માઢર-ગોત્રીય સ્થવિર આર્ય શાંતિશ્રેણિકના પુત્ર સમાન પ્રવીણ એવા ચાર સ્થવિર અન્નેવાસી હતા, તે આ પ્રમાણે
૧. સ્થવિર આર્યશ્રેણિક, ૨. સ્થવિર આર્ય તાપસ, ૩. સ્થવિર આર્ય કુબેર, ૪. સ્થવિર આર્ય ઇસિપાલિત.
સ્થવિર આર્ય શ્રેણિકથી અહીં આર્ય શ્રેણિક શાખા નીકળી.
સ્થવિર આય તાપસથી અહીં આર્ય તાપસી શાખા નીકળી.
સ્થવિર આર્યકુબેથી અહીં આર્ય કુબેરા શાખાનો પ્રારંભ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org