Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 603
________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ ૨૪૭ ગાથા – ૧. નાગભૂત, ૨. સોમભૂતિક, ૩. ઉલ્લગચ્છ, ૪. હસ્થિલિજજ, ૫. નન્દિજજ, ૬. પારિવાસિવ. ઉદ્દેહગણનાં એ છ કુળ જાણવાં. હારિય-ગોત્રીય સ્થવિર શ્રીગુપ્તથી અહીં ચારણગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને સાત કુળ આ પ્રમાણે કહ્યાં છે– એલાવચ્ચ-ગોત્રીય આર્ય મહાગિરિ સ્થ વિરના અપત્યસ્થાનીય પ્રખ્યાત આઠ સ્થવિર અનેવાસી હતા, જેમ કે ૧, સ્થવિર ઉત્તર, ૨. સ્થવિર બલિસ્સહ, ૩. સ્થવિર ધણઢ (ધનાઢય), ૪. સ્થવિર સિરિડુઢ (શ્રીઆ), ૫. સ્થવિર કૌડિન્ય, ૬. સ્થવિર નાગ, ૭. સ્થવિર નાગમિત્ર અને ૮.૫ડુલુક કૌશિક-ગોત્રીય સ્થવિર રોહગુપ્ત. એ આઠે સ્થવિર કૌશિક-ગોત્રીય હતા. કૌશિક–ગોત્રીય સ્થવિર વડુલૂક રેહગુપ્તથી ૌરાશિક સંપ્રદાય નીકળ્યો. સ્થવિર ઉત્તર અને બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ ગણ નામનો ગણ નીકળ્યો તેની ચાર શાખાઓ આ પ્રમાણે કહેવામાં આવે છે, જેમ કે– ૧. કોલંબિયા (કૌશામ્બિકા), ૨. સેનિનિયા (સૌત્રિત્રિકા), ૩. કડવાણી અને ૪. ચંદ્રનાગરી. વાશિષ્ઠ-ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્રની સમાન અને પ્રવીણ એવા બાર સ્થવિર અનેવાસી હતા, જેમ કે– ગાથાથ– સ્થવિર આર્યોહણ, યશોભદ્ર, મેઘગણિ, કામઢી (કામદ્ધિ), સુસ્થિત, સુપ્રતિબદ્ધ, રક્ષિત, શહગુપ્ત, ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, બ્રહ્માણિ, સોમગણિ. બાર ગણધર સમાન એ આર્ય સુહસ્તીના શિષ્યો હતા. કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય રોહણથી ઉદેહગણ નામને ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓથી નીકળેલ છ કુળ આ પ્રમાણે કહેવાય છે– તે શાખાઓ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે કહેવામાં આવે છે– ૧, ઉદુમ્બરિજિયા (ઉદુમ્બરીયા), ૨. માસપૂરિયા, ૩. મતિપત્તિયા, અને ૪. સુવન્નપત્તિયા, આ તે શાખાઓ છે. તે કુળ ક્યાં છે? તે કુળ આ પ્રમાણે કહેવાય છે, જેમ કે તે શાખાઓ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે છે, જેમ કે૧. હરિયમાલા-ગિરિ, ૨. સંકાસિયા, ૩. ગવેધૂયા, ૪. વજજનાગરી. આ ચાર શાખા છે. તે કુળો કયાં છે? તે કુળો આ પ્રમાણે છે, જેમ કે– ગાથાઓ એક–વત્સલીય, બે વીચિધમ્મક, ત્રણહાલિજજ, ચાર-પૂમિત્તેજજ, પાંચ-માલિજજ, છ–અજજવેડ, સાત-કણહસહ. ચારણ ગણનાં એ સાત કુળે છે. ભારદ્વાજ-ગેત્રીય સ્થવિર યશોભદ્રથી અહીં ઉડુવાડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની આ ચાર શાખા અને ત્રણ કુળો કહેવાય છે– તે શાખાઓ કઈ કઈ છે? શાખાઓ આ પ્રમાણે છે જેમ કે ૧. ચંપિજિજયા, ૨. ભિિજજયા, ૩. કાકંદીયા, ૪. મેહલિજિયા. તે આ શાખાઓ છે. તે કુળો ક્યાં છે? તે કુળે આ પ્રમાણે છે– ગાથા ઉડુવાડિયગણનાં આ ત્રણ કુળ છે– ૧. ભજલિય, ૨. ભદગુત્તિય અને ૩. જયભદ્ર. કુડિલ-ગેત્રીય કમિઢી (કામદ્ધિ) સ્થવિરથી અહી વેસવાડિયગણ નામનો ગણ નીકળ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608