Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 607
________________ ધર્મકથાનુગ–મહાવીરતીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૫ ૨૫૧ સુશ્રમણોને આગમોની વ્યાખ્યા તથા વિષએનું કથન કરવામાં શાંતિનો અનુભવ કરનારા અને પ્રકૃતિથી મધુર વાણી બોલનારા દુષ્ય ગણીને પ્રણામ કરું છું. (૪૭) તપ, નિયમ, સંયમ, વિનય, આર્જવ, ક્ષાંતિ, માર્દવ આદિ ગુણોમાં સંલગ્ન, શીલગુણોમાં ખ્યાતિપ્રાપ્ત અને અનુયોગની વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન, સેંકડો શિષ્પો દ્વારા જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા દુિષ્ય ગણીના] પ્રશસ્તલક્ષણોથી યુકત, સુકુમાર સુંદર તળિયાવાળા ચરણોને હું પ્રણામ કરું છું. (૪૮-૪૯). તદુપરાંત જે બીજા કાલિક સૂત્ર તથા અનુયોગધર, ધીર, સૂત્રધારક ભગવંતો છે તેમને મસ્તક નમાવી પ્રણામ કરી જ્ઞાનની પ્રરૂપણા કરીશ-કરું છું. (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 605 606 607 608