Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 598
________________ ૨૪૨ ધર્મ ક્થાનુયાગ—મહાવીર તીમાં પુંડરીક કંડરીક કથાનક : સૂત્ર ૬૫૪ wwwwww ‘હે ભગવન્ ! હું ક’ડરીક અનગારની યથાપ્રવૃત્ત (સાધુઓના આચારને બાધ ન આવે તેવી રીતે) ઔષધ, ભૈષજ્ય, ભોજન અને પાન વડે ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું. તે હે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારે.' ત્યારે સ્થવિર ભગવંતે પુંડરીકની એ વાતના સ્વીકાર કર્યાં, સ્વીકાર કરીને જ્યાં પુંડરીક રાજાની યાનશાળા હતી ત્યાં પધાર્યા અને પ્રાસુક, એષણીય પીઠ, ફલક, શૈયા, સ`સ્તારક લઇને વિચરવા લાગ્યા. તે પછી પુંડરીક રાજાએ ચિકિત્સકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તમે કંડરીક અનગારની પ્રાસુક અને એષણીય, ઔષધ, ભૈષજ, ભોજન, પાન વડે ચિકિત્સા કરો.’ ત્યારે પુ ડરીક રાજાની આ આશા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે ચિકિત્સકો ક`ડરીક અનગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભૈષજ, આહારપાણી વડે ચિકિત્સા કરવા લાગ્યા અને તેમણે કંડરીકને મદ્યપાન કરવાની સલાહ પણ આપી. ત્યાર પછી યથાપ્રવૃત્ત ઔષધ, ભૈષજ, આહાર અને પાન તથા મદ્યપાનની ચિકિસાથી કંડરીકના રોગઆતંક ઉપશાંત થઈ ગયા અને તે હૃષ્ટ પુષ્ટ બળવાન શરીરવાળા નીરોગી બની ગયા. કંડરીકના પ્રમત્ત-વિહાર— ૬પ૨. ત્યાર પછી સ્થવિર ભગવતે પુંડરીક રાજાની રજા લીધી, રજા લઈને તે બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે તે કડરીક પાતાના રોગ–આતકમાંથી મુક્ત થઈ ગયા છતાં પેલાં મનાશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારમાં માહિત, ગૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાને લીધે પુ`ડરીક રાજાની રજા લઈને બાહ્ય જનપદમાં વિહાર કરવા ઉદ્યત ન થયા પરંતુ શિથિલાચારી બની ત્યાં જ રહેવા લાગ્યા. Jain Education International પુડરીક દ્વારા પ્રતિમાધ ૬૫૩. ત્યાર પછી પુંડરીકને આ વાતની જાણ થતાં જ તે સ્નાન કરી, અંત:પુર અને પરિવાર સહ જ્યાં કંડરીક અનગાર હતા ત્યાં આવ્યા, આવીને કંડરીકની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું- ‘હે દેવાનુપ્રિય! તમે ધન્ય છે, કૃતા છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિય ! તમે મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ મેળવ્યું છે કે જેથી તમે રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર, બલ, વાહન, પુર અને અંત:પુરના ત્યાગ કરીને પ્રવ્રુજિત થયા છે. જ્યારે હું અધન્ય છુ, અમૃતપુણ્ય છુ, રાજ્ય યાવત અંત:પુર અને મનુષ્યસંબંધી કામભોગામાં મૂર્છિત છું યાવત્ વિષયાસક્ત છું જેથી દીક્ષા લેવા શક્તિમાન નથી. આથી હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છે, કૃતા છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, હે દેવાનુપ્રિય ! તમને મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત થયુ છે.’ ત્યારે ક’ડરીક અનગારે પુંડરીકનાં આવાં વચનાના આદર ન કર્યા, ન સ્વીકાર કર્યા અને મૌન રહ્યા. ત્યાર પછી પુંડરીકે બીજી વાર અને ત્રીજી વાર પણ આ જ વાત કહેતાં તે સાંભળીને કંડરીક અનગાર અનિચ્છાપૂર્વક, લજજાવશ અને અભિમાનને કારણે પુંડરીકની રજા લઈને સ્થવિરો સાથે બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ફડરીકના પ્રવ્રજ્યા—ત્યાગ— ૬૫૪. ત્યાર પછી કેટલાક સમય સ્થવિરો સાથે ઉગ્ર વિહાર કર્યા પછી કંડરીક અનગાર શ્રમણત્વથી થાકી ગયા, શ્રમણત્વથી કંટાળી ગયા અને શ્રમણત્વની ધૃણા કરવા લાગ્યા, શ્રમણના ગુણા તેમણે છોડી દીધા અને ધીરે ધીરે શ્રમણા પાસેથી દૂર હટવા લાગ્યા, દૂર થઈને જ્યાં For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608