Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 600
________________ ૨૪૪ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થ માં પુંડરીક કંડરીક કથાનક : સૂત્ર ૬૫૮ બનેલો એવો, ઇચ્છા ન હોવા છતાં પરાધીનપણે કાળસમયે (મરણ આવતાં) મૃત્યુ પામ્યો અને નીચેની સાતમી પૃથ્વી(નરક)માં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા નારકરૂપે ઉત્પન્ન થયે. નિગમન૬૫૭. આ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણા માંથી જે નિર્ગથ અથવા નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બનીને, ગૃહત્યાગ કરીને, અનગાર પ્રવજ્યા લઈને પછી ફરી માનુષી કામભોગની ઇચ્છા કરે છે, આકાંક્ષા કરે છે, અભિલાષા કરે છે તે આ જ ભવમાં અનેક શ્રમણો, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓની અવજ્ઞા, નિંદા, અવર્ણવાદ, તિરસ્કાર અને પરાભવને પાત્ર બને છે તથા પરલોકમાં પણ અનેક પ્રકારના દંડ, મુંડન, તર્જના અને તાડનને પાત્ર બને છે–ચાવતુ-ચતુર્ગનિરૂપ કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે-જેવી રીતે તે કંડરીક રાજા. પુંડરીકની આરાધના૬૫૮. ત્યાર પછી તે પુંડરીક અનગાર જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને સ્થવિર પાસેથી પુન: ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો, પછી ષષ્ઠ ભક્તના પારણાના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, સ્વાધ્યાય કરીને દ્વિતીય પ્રહરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં–ચાવતુ-ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહ-સામુદાનિક ભિક્ષાચર્યા માટે અટન કરી શીત, રુક્ષ ભજન-પાન ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને “આ મારા માટે પર્યાપ્ત છે એમ વિચારી પાછા ફર્યા અને જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા, આવીને લાવેલ ભોજન-પાન તેમને દેખાડયાં, દેખાડીને સ્થવવિર ભગવંતની આશાપૂર્વક મૂચ્છ રહિતપણે યાવતુ-દરમાં જેમ સર્પ સીધો પેસી જાય એ પ્રમાણે તે પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પદાર્થોને શરીરરૂપી કોઠામાં નાખ્યાં. ત્યાર પછી સમય વીત્યા પછીનો, રસહીન, વિરસ, ઠંડો અને રુક્ષ આહાર કરતા તથા મધ્ય રાત્રિ સમયે ધર્મજાગરણમાં તત્પર રહેતા તે પુંડરીક અણગારને તે આહાર સમ્યક રીતે પચતો નહીં. તે સમયે તે પુંડરીક અનગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ–જે અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, દુ:ખપ્રદ અને અસહ્ય હતી. તેમના શરીરમાં પિત્તજવર વ્યાપી ગયો અને દાહથી પીડાતા તેઓ વિચરવા લાગ્યા. ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુયાર્થ–પરાક્રમરહિત બની ગયા, તેમણે બે હાથ જોડી અંજલિ રચી શિરસાવ વંદનપૂર્વક આ પ્રમાણે કહ્યું – ‘સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરેલ અરહંત ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય ધર્મોપદેષ્ટા સ્થવિર ભગવંતને નમસ્કાર છે. પૂર્વે પણ મેં સ્થવિર સમીપે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરી લીધેલ છે યાવતુ મૈથુન પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરી લીધેલ છે. અત્યારે પણ ફરી હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. યાવત્ મૈથુનપરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, સમસ્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું પ્રત્યાખ્યાન કરું છું, માવજજીવન ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો કે આ શરીર ઈષ્ટ અને કાંત છે તો પણ અંતિમ ઉચ્છવાસ-નિ:શ્વાસ સુધી તેનો ત્યાગ કરું છું-ઇત્યાદિ કહીને આલોચના પ્રતિક્રમણ કરીને, કાળમાસે કાળ પામી તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન કરીને પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોને ક્ષય કરશે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608